મળતી માહિતી પ્રમાણે, આરોપી તામિલનાડુનો રહેવાસી છે. જે છેલ્લા કેટલાંક દિવસોથી વડોદરામાં રહેતો હતો. જેની માહિતી ATSએ મળી હતી. જેના આધારે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર પાસેના એક મકાનમાંથી તેને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઝફર નામનો આતંકી મૂળ તમિલનાડુંનો છે. પણ તેનું ભરૂચ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. કથિત આતંકીએ ભરૂચ નજીક કોઈક ગતિવિધિ કરી હોવાનું પોલીસના સૂત્રો જણાવી રહ્યા છે. ઝડપાયેલો આરોપી ભરૂચ અને વડોદરા વચ્ચે રહી ISISનું નેટવર્ક ઉભું કરી રહ્યો હોવાની માહિતી મળી છે. ભરૂચના જંબુસરની પણ મુલાકાત કરી હોવાની વિગતો સામે આવી છે. જો કે, આ અંગે ભરૂચ પોલીસ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી.
તો બીજી તરફ દિલ્હીમાંથી ઝડપાયેલા અને ગુજરાત ATSએ આતંકી વચ્ચે સંબંધ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ISIS વડોદરામાંથી ઝડપાયેલા આતંકી ઝફર ગોરવા વિસ્તારમાં રહીને આતંકી પ્રવૃત્તિમાં યુવાનોને જોડવા માટે કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ આતંકી ઝફર ઉર્ફે 2014 બાદ નેપાળ અને ત્યારબાદ યુપી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યા કરી હતી. આ જ ગ્રુપના 6 સભ્યો ફરાર થઈ ગયા હતા. જે દિલ્હીમાં ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી ના 2 આતંકીઓ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ આ 6 આતંકીઓને વિદેશી હેન્ડલરના માધ્યમથી મળતા હોવાનું જાણવા મળ્યું છે.
આમ, વડોદરામાંથી ઝડપાયેલા આતંકી દ્વારા એક પછી પછી ઘટનાઓના ભેદ ખુલી રહ્યાં છે.ત્યારે પોલીસ તંત્રએ વધુ સર્તકતા જાળવી કડક તપાસ હાથ ધરી છે.