ETV Bharat / state

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં થયો હંગામો - સેનેટની બેઠક

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 342 કરોડ રૂપિયાના બજેટ અંગે સેનેટની બેઠક મળી હતી. બેઠકમાં મિલકતો વેચી દેવાના પ્રશ્ને ભારે હોબાળો મચ્યો હતો. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે વોકઆઉટ કર્યું હતું.

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સિન્ડિકેટની મીટીંગમાં થયો હંગામો

author img

By

Published : Mar 22, 2021, 10:14 PM IST

  • વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોમવારે સેનેટની બેઠક મળી
  • 342 કરોડના બજેટ માટે બેઠક મળી હતી
  • સેનેટની બેઠકમાં હોબાળો થયો
  • બેઠકોમાં મિલકતો વેચી દેવાના મુદ્દે હોબાળો મચ્યો
  • સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે વોકઆઉટ કર્યું

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની 342 કરોડનું બજેટ સેનેટની મંજૂરી માટે રજૂ થયું હતું. બજેટ બેઠકની શરૂઆતમાં જ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે ભાજપા પ્રેરીત સભ્યો દ્વારા યુનિવર્સિટીની કિંમતી જમીનો વેચી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરતાં ભારે હોબાળો થયો હતો. બેઠકમાં નરેન્દ્ર રાવત અને મેહુલ લાખાણી તથા મયંક પટેલ આમને-સામને આવી ગયા હતા.

આ પણ વાંચોઃ MS યુનિવર્સિટીની ટીચર્સ કેટેગરીની 4 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થક તમામ 4 ઉમેદવારોનો વિજય

બેઠક ઉગ્ર બનતા વાઇસ ચાન્સેલરને દરમિયાનગીરી કરવાની ફરજ પડી

એક તબક્કે સેનેટ સભ્યો તું...તું...મેં...મેં.. ઉપર આવી ગયા હતા. બેઠક ઉગ્ર બનતા વાઇસ ચાન્સેલરને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. જોકે સેનેટ સભ્યો પોતાની વાત પર અડગ રહ્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રેરિત સભ્ય નરેન્દ્ર રાવત યુનિવર્સિટીની કિંમતી મિલકતો ભાજપા પ્રેરિત સભ્યો દ્વારા વેચી મારવામાં આવતી હોવાના આક્ષેપ પર અડગ રહ્યા હતા. સેનેટ બેઠકમાં વાઇસ ચાન્સેલસની સમજાવટ છતાં સેનેટ સભ્યો પોતાની વાત ઉપર અડગ રહ્યા હતાં. જેમાં કોંગ્રેસ પ્રેરીત સભ્ય નરેન્દ્ર રાવત સેનેટ બેઠકમાંથી વોકાઉટ થઈ ગયા હતા.

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોમવારે સેનેટની બેઠક મળી

પાર્કિંગ બાબતે ઘર્ષણ થયું

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઈતિહાસમાં હેડ ઓફિસ ખાતે મળતી સેનેટની બેઠક પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીની BBA બિલ્ડીંગ ખાતે મળી હતી. બજેટ અંગે મળેલી બેઠક પૂર્વે સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા અને વિજિલન્સ વિભાગના કર્મચારીઓ વચ્ચે પાર્કિંગ બાબતે ઘર્ષણ થયું હતું. આ અંગેની સિન્ડિકેટ સભ્ય દિનેશ યાદવને થતાં દોડી ગયા હતા અને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.

આ પણ વાંચોઃ વડોદરાની MS યુનિવર્સિટીની સિન્ડેકેટ બેઠક યોજાઈ, કર્મચારીઓને કાયમી કરવા અંગે ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.