- AIMIM ના મહારાષ્ટ્ર પ્રમુખ ગુજરાત પ્રવાસે
- ઇમ્તિયાઝ જલીલ સાથે વારીસ પઠાણ પણ પહોંચ્યાં
- ભરૂચમાં છોટુ વસાવાને મળશે બંને નેતા
- ગુજરાતમાં ગઠબંધન અંગે છોટુ વસાવા સાથે કરશે બેઠક
- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર થશે ચર્ચા
- રાષ્ટ્રીય પ્રવક્તા વારીસ પઠાણ પણ પ્રવાસમાં સાથે
વડોદરાઃ અસુદ્દીન ઔવેસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો પક્ષ રાખવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીસ પઠાણ અને ઇમ્તિયાઝ જલીલ રાજ્યના પ્રવાસે છે. ભરૂચમાં બીટીપી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરશે.
ત્રણ દિવસ સુધી વડોદરા, ભરૂચ અને સુરતમાં કરશે બેઠકો
ભારતીય જનજાતિ પાર્ટીએ (બીટીપી) જાહેરાત કરી છે કે, તે ગુજરાતમાં આગામી સ્થાનિક બોડીની ચૂંટણીઓ માટે અખિલ ભારતીય મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) સાથે જોડાશે. એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માથા પર છે, પરંતુ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ઓવૈસીની AIMIM પાર્ટી દ્વારા ગઠબંધનની જાહેરાત થતાં જ રાજકીય કોરિડોર ગરમ થઈ ગયા છે.
ભરૂચમાં છોટુ વસાવાને મળશે બંને નેતા
AIMIM ઔરંગાબાદના સાંસદ સૈયદ ઇમ્તિયાઝ જલીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ શુક્રવારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમના સમર્થકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસદ સભ્ય સૈયદ ઇમ્તિયાઝે જણાવ્યું હતું કે, તેઓ આજે (શનિવાર) બીટીપીના પ્રમુખ છોટુ વસાવાને મળશે અને આગામી દિવસોમાં મહાગઠબંધનને આગળ વધારવાની ચર્ચા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મુસલમાનોને ખાલી એક રબર સ્ટેમ્પ તરીકે રાજનીતીમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે ગુજરાતમાં મુસલમાનો જ નહીં પણ અન્ય સમાજના લોકોની સમસ્યા AIMIM પાર્ટી સાંભળશે."