ETV Bharat / state

લેબ સંચાલક અને ડોક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપ મામલે સ્વરા લેબના જૈમિન શાહની ધરપકડ

વડોદરાઃ તાજેતરમાં જિલ્લાના પાદરા ખાતે લેબ સંચાલક અને ડોકટરોનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં લેબ સંચાલકે કહ્યું હતું કે, તમે તમારા કેસ અમારી લેબોરેટરીમાં મોકલો, તમારે જેવા રિપોર્ટ જોતા હશે તેવા અમે આપીશું. અમે તમને કમિશન આપીશું. જો કે, આ ઓડિયો બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લેબ સંચાલક અને ડોક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપ મામલે સ્વરા લેબના જૈમિન શાહની ધરપકડ
author img

By

Published : Nov 21, 2019, 6:42 AM IST

આ મામલે મળતી માહિતી મુજબ વાઇરલ ઓડિયોના આધારે સ્વરા લેબમાં પાદરાના તાલુકા આરોગ્ય અધિકારી ટીમે સ્વરા લેબમાં તપાસ ચલાવી હતી, પરંતુ તેના માલિક હાજર ન હતા. એક કર્મચારી જે સેમ્પલ લેવા બેઠા હતા તેમની પાસે લેબ લાઇસન્સ માગતા મળી આવ્યું ન હતું. તેન માલિક જૈમિન શાહનો સંપર્ક પણ થઇ શક્યો નથી. આરોગ્ય અધિકારીઓએ પોલીસને બોલાવી યોગ્ય ડિગ્રીના અભાવે લેબને સીલ મારી હતી અને વડુ પોલીસમાં અરજી આપી હતી. જે બાદ ત્રણ દિવસ પહેલા સ્વરા લેબના માલિક જૈમિન શાહ પોતાની પાસે ડિગ્રી ન હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને વડુ પોલીસે જૈમિનની ધરપકડ પણ કરી છે.

લેબ સંચાલક અને ડોક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપ મામલે સ્વરા લેબના જૈમિન શાહની ધરપકડ

જો કે, ઓડિયો ક્લિપમાં ડોક્ટર સાથે વાત કરનાર સચિન જોષી હજૂ ફરાર છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે જૈમિન શાહની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર સચિનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:વડોદરા લેબ સંચાલક અને ડોક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ મામલો: વડુ પોલીસે સ્વરા લેબના માલિક જૈમીન શાહની કરી ધરપકડ..

Body:વડોદરા જિલ્લાના પાદરા ખાતે તાજેતરમાં જ લેબ સંચાલક અને ડોક્ટરોનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લેબ સંચાલકે કહ્યું હતું કે, તમે તમારા કેસ અમારી લેબોરેટરીમાં મોકલો, તમારે જેવા રિપોર્ટ જોઈતા હશે તેવા અમો આપીશુ. અમે તમને કમિશન આપી દઈશું. જોકે આ ઓડીઓ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો..
મળતી માહિતી મુજબ વાઇરલ ઓડિયોના આધારે સ્વરા લેબમાં પાદરાના તાલુકા આરોગ્ય અધિકારી ટીમેં સ્વરા લેબમાં તપાસ કરતા તેના માલિક હાજર ન હતા. એક કર્મચારી જે સેમ્પલ લેવા બેઠા હતા. જેમાં લેબ અંગે લાઇસન્સ માંગતા મળી આવ્યું ન હતું. તેના માલિક જૈમિન શાહનો સંપર્ક થઈ શકતો ન હતો. આરોગ્ય અધિકારીઓએ પોલીસને બોલાવી યોગ્ય ડિગ્રીના અભાવે લેબને સીલ મારી હતી. અને વડુ પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ ત્રણ દિવસ પહેલા સ્વરા લેબના માલિક જૈમિન શાહે પોતાની પાસે ડિગ્રી ન હોવાનો સ્વિકાર કર્યો હતો. ત્યારબાદ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અને આજે વડુ પોલીસે જૈમિન શાહની ધરપકડ કરી છે. Conclusion:જોકે ઓડિયો ક્લિપમાં ડોક્ટર સાથે વાત કરનાર સચિન જોષી હજુ પણ ફરાર છે..હાલતો આ સમગ્ર મામલે પોલીસે જૈમીન શાહની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓડિયો ક્લિપમાં વાત કરનાર સચિન જોષી હજુ પણ ફરાર હોવાથી તેનો ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.