ETV Bharat / state

વડોદરામાં 3 ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું

ગુજરાતના પશુઓમાં લમ્પી વાયરસ( Lumpy virus in Gujarat)જોવા મળ્યો છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. વડોદરાના ઢોરોમાં શંકાસ્પદ લમ્પી વાયરસના(Lumpy virus cow) લક્ષણો દેખાયા છે. 3 ગાયોમાં શંકાસ્પદ લેમ્પી વાયરસના લક્ષણો દેખાતા ગાયોને આઇસોલેશનમાં રાખવામાં આવી છે.

વડોદરામાં 3 ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું
વડોદરામાં 3 ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું
author img

By

Published : Jul 25, 2022, 8:35 PM IST

વડોદરાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુઓમાં લમ્પી વાયરસનો (Lumpy virus)કહેર ફેલાયો છે. અનેક પશુઓ મોતને ભેટી રહ્યાં છે. કેટલાક ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે, પશુઓના લાશના ઢગલા દેખાઈ રહ્યા છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. વડોદરામાં પણ પશુઓમાં લમ્પી વાયરસ દેખાતા તંત્ર કામે લાગ્યું છે જો કે શંકાસ્પદ લક્ષણ(Lumpy virus cow) દેખાતા જ ત્રણ ગાયોને જુદી રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો

3 ગાયોમાં શંકાસ્પદ લેમ્પી વાયરસના લક્ષણો - વડોદરાના કોર્પોરેશનની પાજરાપોળના ઢોરોમાં શંકાસ્પદ લમ્પી વાયરસના( Lumpy virus in Gujarat) લક્ષણો દેખાયા છે. ખાસવાડી પાંજરાપોળના ઢોરોમાં શંકાસ્પદ લમ્પી વાયરસના લક્ષણો દેખાયા તંત્ર દોડતુ થયુ છે. 3 ગાયોમાં શંકાસ્પદ લેમ્પી વાયરસના લક્ષણો દેખાતા 3 ગાયોને અલગ ખસેડવામાં આવી છે. ખાસવાડી ઢોર ડબ્બામાં શંકાસ્પદ લક્ષણો જણાતી ત્રણ ગાયને આઇસોલેશનમાં રાખવામાં આવી છે. જેને સરકારનાં પશુપાલન વિભાગની ગાઇડલાઇન મુજબ સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ ત્રણ ઢોર ડબ્બામાં 600 ઢોર રાખવામાં આવ્યા છે. આ તમામનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. રાજ્યભરમાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ(Lumpy virus vaccination)ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ લમ્પીનો હાહાકાર : 9 દિવસમાં 571 ગાયોના મોત

પાજરાપોળોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું - વડોદરામાં શંકાસ્પદ લમ્પી વાયરસના લક્ષણો દેખાતા જ વડોદરા કોર્પોરેશનની તમામ પાજરાપોળોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ઢોર ડબ્બામાં ફોગીંગની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમજ તમામ ઢોરને ચેક કરવામાં આવ્યા હતા. આ મામલે તંત્ર ખૂબ જ તકેદારી રાખીને કાર્યવાહી કરી રહ્યુ છે. કારણ કે લમ્પી વાયરસ ચેપી હોવાથી એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે જેને લઇને અન્ય પશુઓ પણ આ વાયરસનાં ભરડામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પશુઓમાં લમ્પી વાયરસ વકર્યો, કેન્દ્રની ટીમ તાબડતોબ ગુજરાત દોડી આવી

ગામડામાં લમ્પી વાયરસ ફેલાયો - રાજ્યમાં 1000થી વધુ ગામડા લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જો કે, રાજ્ય સરકારે પશુઓના મોતનો લેટેસ્ટ આંકડો આપ્યો નથી. અત્યાર સુધી રાજ્યમાં 2 લાખ 94 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયુ છે. રાજ્યમાં એક હજારથી વધુ ગામડામાં લમ્પી વાયરસ ફેલાયો છે. જેથી ખેડૂતો અને પશુચાલકોમાં ડર વ્યાપી ગયો છે. ગુજરાતના 40000થી વધુ પશુઓ અસરગ્રસ્ત છે. તો 40000થી વધુ પશુઓને સારવાર અપાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.