વડોદરા મોંઘવારી અને બેરોજગારીની સામે વડોદરા શહેર કોંગ્રેસ(Gujarat Congress)દ્વારા સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સાંકેતિક બંધનું એલાન(Gujarat Bandh Alan)આપવામાં આવ્યું છે. જેને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના( inflation and unemployment )વિવિધ વિસ્તારોમાં ફરી વેપારીઓને અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસે વેપારીઓને અનુરોધ કર્યો શહેરમાં મોંઘવારીથી બંધના એલાનમાં સમર્થન (Gujarat Congress News )કરવા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે કોંગ્રેસના વિપક્ષ નેતા અમી રાવત પોતાના વિસ્તારમાં બંધના( Congress Band Alan in Vadodara)પગલે અનુરોધ દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત સાંકેતિક બંધના એલાન સામે વહેલી સવારથી જ બજારના વિવિધ વેપારીઓને શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કે આપ પણ મોંઘવારી અને બેરોજગાર મુદ્દે પીડાતા હોવ તો આજના આ બંધમાં સમર્થન કરો.
મોંઘવારીને લઇને પ્રજા જાગૃત થઈ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ પાડી સમર્થન કરવામાં આવ્યું હતું. તો કેટલાક વેપારીઓના વેપાર ધંધા ચાલુ જોવા મળ્યા હતા. શહેરમાં આ બંધના એલાનના પગલે કોઈ પણ પ્રકારના વાહનવ્યવહાર કે અન્ય અસર જોવા મળી નથી. જેથી કહી શકાય કે હાલમાં કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલ ગુજરાત સાંકેતિક બંધના એલાનમાં વડોદરા શહેર ખાતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના મુખ્ય બજારોમાં ગયા છીએ અને અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં શહેરના અનેક વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓ ફરી રહ્યા છે. ભાજપમાં 27 વર્ષના શાસનમાં પ્રજા કંટાળી ગઈ છે સાથે મોંઘવારીને લઇને પ્રજા આજે જાગૃત થઈ પરિવર્તન ઈચ્છી રહી છે.