ETV Bharat / state

કળિયુગમાં હવે મિત્રો પર વિશ્વાસ રાખવો કે નહીં ? - Friendship Roommates blind trust in each other

વડોદરા : શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને હવે કોઈ મિત્ર અથવા રૂમમેટ એકબીજા ઉપર આંધળો વિશ્વાસ નહીં કરે. કારણ કે, કળિયુગમાં હવે મિત્રો ઉપર પણ વિશ્વાસ રાખવો કે નહીં. આ ઘટના બાદ તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે.

vadodra
એવો કિસ્સો, ળયુગમાં હવે મિત્રો પર ભરોશો રાખવો કે નહીં ?
author img

By

Published : Feb 21, 2020, 1:47 AM IST

આ બનાવની વિગત એવી છે કે, છાણી ગામની મોટી કાછીયાવાડામાં બે મિત્રો સાથે ભાડાના મકાનમાં રહેતો કાર્તિક ભગવાનભાઇ મોહન એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. કાર્તિક છેલ્લા 10 દિવસથી તેના બે મિત્રો ગોપાલ અનિરૂધ્ધ પુરી અને સચીન દિનકર વાનખેડે ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યો હતો. ગત 15 ફેબ્રુઆરીના રોજ કાર્તિક સવારે ઉઠ્યો. ત્યારે તેને ફોન રીસેટ થયેલો હોવાનુ જાણવા મળ્યું હતું. જો કે, નોકરી પર જવાની ઉતાવળ હોવાથી તેને મોબાઇલમાં ધ્યાન આપ્યું ન હતું.

એવો કિસ્સો, ળયુગમાં હવે મિત્રો પર ભરોશો રાખવો કે નહીં ?

સાંજે નોકરી પરથી પરત આવ્યા બાદ કાર્તિકે ગુગલ પે મોબાઇલ એપ્લીકેશન ફરી ફોનમાં ઇનસ્ટોલ કરી હતી. ત્યારે તેને જાણવા મળ્યું કે, તેના ખાતામાંથી રૂપિયા 94 હજાર બારોબાર કોઇ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા છે. જેથી આ મામલે કાર્તિકે સાયબર સેલમાં ફરીયાદ નોંધાવી હતી.

જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા તેની પોલીસે તપાસ કરતા ગોપાલ અનિરૂધ્ધ પુરીનું નામ હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે કાર્તિકને ગોપાલ અંગે પુછતા તેણે કહ્યું કે, આતો મારો રૂમમેટ છે. પોલીસે કાર્તિકના રૂમમેટ ગોપાલ અને સચીનની અટકાયત કરી પુછતાછ કરતા, ગુગલ પે નો પાસવર્ડ જાણી ગોપાલે રૂપિયા 94 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. જે રૂપિયાથી ગોપાલ અને સચીને ડી- માર્ટમાંથી નવા કપડાની ખરીદી કરી તેમજ ટેડી બેયર અને ચાંદીની લકી સહિત અનેક ચીજવસ્તુઓની ખરીદી કરી હોવાની કબુલાત કરી હતી. બનાવને પગલે પોલીસે ગોપાલ અને સચીનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.