- સંજયનગરના વાહ રે શાસક પક્ષના શીતલ મિસ્ત્રી આવ્યા
- સંજયનગરના વિસ્થાપીતોને 10 મહિનાથી ભાડું ન મળતા રજૂઆત
- 1700થી વધુ વિસ્થાપિતોને છેલ્લા 10 મહિનાથી ભાડું આપવામાં આવ્યું નથી
વડોદરા: સંજયનગર ઝુંપડપટ્ટીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી નાખવામાં આવી હતી. ત્યારબાદ ત્યાના સ્થાનિકોને મોટા સપના બતાવીને એમના માટે પાકા મકાનો બનાવી આપવાની ખાતરી આપી હતી. જ્યાં સુધી પાકા મકાનો નહીં બને ત્યાં સુધી તેઓને 2 હજાર રૂપિયા ભાડું આપવાની પણ વાત કરવામાં આવી હતી. 1,700થી વધુ વિસ્થાપિતોને છેલ્લા 10 મહિનાથી ભાડું આપવામાં આવ્યું નથી. જેને લઈને શાસક પક્ષના સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર શીતલ મિસ્ત્રી તેના વ્હારે આવ્યા હતા.
સંજય નગરના વિસ્તારના લોકોને ત્રણ મહિનાનું ભાડું આપી દેવામાં આવશે
સંજયનગરના વિસ્થાપિતોને લઈને વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપે જણાવ્યું હતું કે, તાત્કાલિકના ધોરણે સંજય નગરના વિસ્તારના લોકોને ત્રણ મહિનાનું ભાડું આપી દેવામાં આવશે અને ત્યારબાદ એક મહિના બાદ ફરી ત્રણ મહિનાનું ભાડું એમ કરીને સંજય નગરના વિસ્થાપિતોને ભાડું ચૂકવવામાં આવશે. જલ્દીમાં જલ્દી ત્યાં નિર્માણનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: વડોદરા શહેરના ફોટોગ્રાફર્સે સ્ટુડિયો સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલું રાખવા સરકારને કરી રજૂઆત
2017થી સંજયનગર ઝૂંપડપટ્ટીનું નિર્માણ કામ શરુ નથી થયું
મહત્વનો સવાલ એ છે કે, 2017થી આ પ્રોજેક્ટ અધૂરો છે. કોર્પોરેશન દ્વારા સ્થાનિકોને વિસ્થાપિતોને ઘરથી બેઘર કરી દેવામાં આવ્યા હતા. તેમાં અનેક રાજકીય રોટલા સેકવામાં આવ્યા છે અને સંજયનગરના નામ પર કરોડો રૂપિયાનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું છે. હવે ચાર વર્ષથી લટકતી આ સંજયનગર ઝુંપડપટ્ટીની વ્હારે શાસક પક્ષના શીતલ મિસ્ત્રી આવ્યા છે. તેના પર એક ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: વડોદરામાં પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી ન કરાતા રહીશોની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
પ્રજાનો મત લઈને કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદો પણ પ્રજાને વ્હારે આવ્યા નથી
અગાઉ જે રીતે કોંગ્રેસના આગેવાનો કોર્પોરેશન કચેરી રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારબાદ હવે શાસક પક્ષના કોર્પોરેટર રજૂઆત કરવા માટે આવ્યા છે. પ્રજાનો મત લઈને કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદો પણ પ્રજાને વહારે આવ્યા નથી, પરંતુ બદ ઈરાદાથી આ કોર્પોરેટર ડૉ. શીતલ મિસ્ત્રી સંજય નગર વિસ્તાર વિસ્થાપીતો વહારે આવ્યા છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.