ETV Bharat / state

રેલવે કૉલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો, કહ્યું ફી વધારો છતાં સુવિધામાં મીડું - Rail University Campus

ગુજરાતના મહાનગર તથા કલાનગર તરીકે જાણીતા વડોદરામાંથી વિદ્યાર્થીઓનો હોબાળો સામે આવ્યો છે. રેલવે કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં સુવિધા ન મળતી હોવાથી આ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રેલવે કૉલેજ પરિસરમાં નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે, આ હોસ્ટેલમાં નિયમ વિરૂદ્ધ એક રૂમમાં બેથી વધારે વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. Vadodara Railway University, Students Protest in Railway University, Railway University Hostel

રેલવે કૉલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો, કહ્યું ફી વધારો છતાં સુવિધામાં મીડું

author img

By

Published : Aug 29, 2022, 6:02 PM IST

વડોદરાઃ વડોદરામાં આવેલી રેલવે કૉલેજના (Vadodara Railway University) વિદ્યાર્થીઓએ સોમવારે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. જુદા જુદા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓએ અનેક એવી રજૂઆત (Railway University Hostel) કર્યા બાદ કોઈ નીવેડો ન આવતા હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ (Students Protest in Railway University) તંત્ર સામે સુત્રોચ્ચાર કરીને પ્રશ્નોના ઉકેલ લાવવા માટે માંગ કરી છે. એક રૂમમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને રાખવાના યુનિવર્સિટીના ફરમાન સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓ કહે છે કે, અહીં રહેવાની તો ઠીક પણ અભ્યાસ માટે પૂરતા ક્લાસરૂમ પણ નથી.

રેલવે કૉલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો, કહ્યું ફી વધારો છતાં સુવિધામાં મીડું

આ પણ વાંચોઃ Reliance Agm 2022 મુકેશ અંબાણીએ 45મી AGMમાં ​​Jio 5Gની જાહેરાત કરી

આવી નોકરી મળેઃ વિદ્યાર્થીઓ કહે છે કે, અમારી આ યુનિવર્સિટીમાં કોઈ ફેકલ્ટી નથી. લાખો રૂપિયાની ફી ભર્યા બાદ કોઈ પ્રકારનું જોબ પ્લેસમેન્ટ પણ મળતું નથી. રેલવેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વેચવા માટેની નોકરી મળે છે. વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય પ્રદેશથી વડોદરા અભ્યાસ માટે આવેલા કુલદીપ રાઠોડે જણાવ્યું હતું કે, આને સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે. પણ સુવિધાના નામે કંઈ નથી. હવે હોસ્ટેલના એક રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓને રહેવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. આનાથી અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચોઃ વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરાશે, વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાં

કોઈ પરિણામ નહીંઃ દર વર્ષે કોર્ષમાં 10 ટકાનો ફી વધારો કરવામાં આવે છે. પણ કોઈ ફેકલ્ટી નથી. લાયબ્રેરી નથી અને ક્લાસરૂમ પણ નથી. કૉલેજમાં કોઈ પ્રકારનું ટાઈમટેબલ પણ નથી. રેલવે બોર્ડને અપીલ કરૂ છું કે,કોઈની કારર્કિદી સાથે આવી રમત ન રમો. અમારે સેલ્સમેન નથી બનવું પણ અમારે રેલવેમાં નોકરી જોઈએ છે. ગત વર્ષે લોકસભામાં એક બિલ પસાર થયું પણ ગત વર્ષે માત્ર 15 વિદ્યાર્થીઓને જ નોકરી મળી છે. આ યુનિવર્સિટી શરૂ કરતા પહેલા તંત્રએ વિચાર કરવો જોઈએ કે, પ્રાથમિક સુવિધા સચવાશે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.