વડોદરા: શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં અનેક મહાનુભાવો જેમાં દેશની આઝાદી માટે ઝઝૂમનાર સહિત સ્વાતંત્ર્ય સૈનાની તથા બલિદાન આપનાર શહીદની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. હાલમાં આ તમામ પ્રતિમાઓની સારસંભાળ રાખવામાં ન આવતાં પ્રતિમાઓની હાલત બિસ્માર બની છે.
આવી સ્થિતિમાં મહાનુભાવોની માત્ર,જન્મ જયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે જ તંત્ર દ્વારા સાફસફાઈ કરાવી પુષ્પાંજલી, શ્રદ્ધાંજલિ અર્પી ખોટી નામના અને પ્રસિદ્ધિ કેળવવા રસ હોઈ તેમ લાગી રહ્યું છે.
આ અંગે વડોદરા મહાનગરપાલિકાના પાર્ક એન્ડ ગાર્ડનના અધિકારી ચીખલીયાએ જણાવ્યું હતું કે, આ બધી પ્રતિમાઓ પંચધાતુની અથવા તો મિશ્ર ધાતુની છે. એમાં કોઈ કલર હોતો નથી. ધાતુ એ જ એનો કલર છે. પ્રતિમાઓ પર જે ડસ્ટિંગ હોય એ વારંવાર સફાઈ કરવાથી નીકળી જતું હોય છે. સતત વરસાદ પડતો હોય તો પ્રતિમાઓની કોઈ સફાઈની જરૂર પડતી નથી. ઓટોમેટીક કચરો નીકળી જતો હોય છે.કેમિકલથી કદી પણ આ પ્રતિમાઓ ધોવામાં આવી નથી. અને હાલમાં દર અઠવાડિયે પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવે છે જે અડધો કલાકનું કામ છે.
બીજી તરફ જો આ પ્રતિમાઓની સાફસફાઈ કરવામાં આવે છે. તો પછી જે પ્રતિમાઓની ખખડધજ હાલત થઈ છે. તેનું કેમ સમારકામ કરવામાં આવતું નથી. તેવા સવાલો ઉઠ્યા છે.