વડોદરા : સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગત મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડાને લઈ નામચીન બુટલેગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો અડ્ડો ધરાવે છે. આ દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે ગત મોડી રાત્રે દરોડા પાડી બુટલેગરની પત્ની સહિત 3 ઈસમોની અટકાયત કરી હતી. મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ બુટલેગરને ત્યાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાથી સ્થાનિક પોલીસ શંકરના દાયરામાં જોવા મળી રહી છે. સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈ પોલીસ બેળામાં ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહયા છે.
મકરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઇ: નામચીન બુટલેગર વિપુલ પંચાલના અડ્ડા પર વિદેશી દારૂ ભરેલી કાર આવી હોવાની બાતમીના આધારે પીસીબીએ વોચ ગોઠવી કૃષ્ણનગર વિસ્તારમાં સર્ચ પણ કર્યું હતું. પીસીબીની સર્ચની કામગીરીને લઈ મકરપુરા પોલીસ પણ દોડી આવી હતી. પીસીબી દ્વારા આ કાર્યવાહીમાં સ્થળેથી કોઈ પણ પ્રકારનો વિદેશી દારૂ મળી આવ્યો નહોતો. પરંતુ વોન્ટેડ બુટલેગર વિપુલ પંચાલની પત્નીને વિદેશી દારૂ સાથે મળી આવતા મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોવા છતાં પણ મકરપુરા પોલીસ આવા બુટલેગરોને છાવરી રહી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.
1. Ahmedabad crime news: રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે મારામારી મોતમાં પરિણમી, ઘટના CCTVમાં કેદ
2. Rajkot unseasonal rains: પૂર્વ ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સહાયની કરી માંગ
3. Temperature of Surat: સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા: શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રાત્રી દરમિયાન રેડ કરી હતી. SMC દ્વારા કરવામાં આવેલ રેડમાં નામચીન બુટલેગર વિપુલ પંચાલ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસએમસીના ઉચ્ચ અધિકારી દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું. આ સર્ચમાં સ્થળ પરથી એક કાર સાથે દારૂ મળી કુલ 5,73,478 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે નામચીન બુટલેગર વિપુલ પંચાલની પત્ની સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુલ 11 સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કોની કોની સામે ફરિયાદ: (1) સુમિત્રાબેન વિપુલભાઈ રમેશભાઈ પંચાલ, (2) અનિલ ગંભીરભાઈ બારીયા, (3) આશિષ હસમુખભાઈ બારીયા, (4) સમીરભાઈ કંચનભાઈ વસાવા, (5) વોન્ટેડ વિપુલભાઈ રમેશભાઈ પંચાલ, (6) મિતલ રમેશભાઈ પંચાલ, (7) વોન્ટેડ રાઠવા પ્રદીપભાઈ આ તમામ કૃષ્ણનગર, દંતેશ્વર વડોદરામાં રહે છે. (8) લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી જે રહે છે વારસિયા વડોદરામાં, (9) કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ ટેલવાણી, રહે. વારસીયા વડોદરા, (10) નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ સિંધી, રહે.માધવનગર, વાઘોડિયા રોડ, વડોદરા. (11) પલ્લી ઉર્ફે નરેશ, રહે. વડોદરા શહેર. આ લોકો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ મકરપુરા પોલોસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.