ETV Bharat / state

વડોદરામાં રાજ્ય સરકારની 26 ટીમો વરસાદથી થયેલા નુકશાનનો કરશે સર્વે - રેસક્યુ ઓપરેશન

વડોદરાઃ ગુજરાતમાં આ સપ્તાહ દરમિયાન મેઘરાજાએ પ્રકોપ બતાવ્યો છે. તેમાંય ખાસ કરીને વડોદરા જિલ્લા પર પોતાનો કહેર વરસાવતા જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું હતુ. તેવામાં નાગરિકોને હજારોનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉપરાંત ક્યાંક લોકોની છત છીનવાઈ ગઈ છે. જેથી આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારે 26 ટીમોને વડોદરા જિલ્લાનો સર્વે કરવા માટે નિયુક્ત કરી છે. જે સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવનાર છે. રાજ્ય સરકારે વડોદરા કલેક્ટરને તાત્કાલિક સહાય અર્થે 1 કરોડ રૂપિયા ચૂકવી દીધાં છે.

vadodara
author img

By

Published : Aug 4, 2019, 9:57 AM IST

રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મધ્ય ગુજરાતથી દક્ષિણ તરફ આવતા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદની તોફાની ઈંનિગ ચાલી હતી. માત્ર 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર વડોદરા પાણી-પાણી થઈ ગયું હતુ. શહેરના માર્ગોથી માંડી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેને પગલે વડોદરામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

આ અંગે રાજ્ય સરકારની 26 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્યની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પ્રશાસને અમદાવાદ અને સુરત કોર્પોરેશનની પણ મદદ લીધી છે. વડોદરાની સમીક્ષા દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું હતુ કે, વડોદરાની પરિસ્થિતિ હાલ કાબૂમાં છે. પાણી ઓસરી રહ્યું છે અને ખાલી થતાં જ સર્વે કરનારી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યપ્રધાન રાજકોટ છે, જ્યાંથી તેઓ સ્ટેટ ડિઝાસ્ટર કંન્ટ્રોલ બોર્ડના સંપર્કમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

વડોદરામાં રાજ્ય સરકારની 26 ટીમો વરસાદથી થયેલા નુકશાનનો સર્વે કરશે, 1 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવાઈ

રાજ્ય સરકારે વડોદરા કલેક્ટરને તાત્કાલિક સહાય અર્થે 1 કરોડ રૂપિયા ચૂકવી દીધાં છે. જેમાં અસરગ્રસ્તોને નુકશાનની સહાય આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 20 લાખ રૂપિયા ફાળવી દેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, હજુ પણ 15 ટીમો રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 6998 લોકોને રેસક્યુ કરાયાં છે. જ્યારે 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. વીજળીમાં ગઈકાલ સુધીમાં 48 ફીડર બંધ હતા તે ચાલુ કરાયાં છે. નગરવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળે તે દિશામાં પણ પગલાં લીધાં છે. વડોદરાના તમામ રાજ્યમાર્ગો અને હવાઈ માર્ગો સહિત ટ્રેનો યથાસ્થિતિમાં છે. વરસાદી પાણી ઓસર્યા બાદ ફેલાયેલી ગંદકી દૂર કરવાં માટે સુરત અને અમદાવાદ કોર્પોરેશનની 98 ટીમો કાર્યરત છે.

આગામી સમયમાં રાજ્યના મુખ્પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પરિસ્થિતિ જાણવા માટે વડોદરાની મુલાકાત લેશે. જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને જરૂરી વિચાર-વિમર્શ બાદ આગામી નિર્ણયો લેવામાં આવશે.
વડોદરામાં વરસાદને પગલે સર્જાયેલી હોનારતને પહોંચી વળવા માટે તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન સતત નજર રાખી રહ્યાં હતા. ઉપરાંત NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ હતી, જે સતત ખડે પગે રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યાં હતા. જેમાં 45 જેટલા હાર્ટના દર્દીઓનું જ્યારે 100થી વધુ સગર્ભા મહિલાઓનું રેસક્યુ કર્યું છે.

Intro:સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ અવિરત પણે થઈ રહ્યા છે ત્યારે બરોડા શહેર અને જિલ્લામાં ફક્ત 24 કલાકની અંદર 24 થી વધુ વરસાદ ખાબકી ગયો હતો જેને કારણે બરોડાની પરિસ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે રાજ્ય સરકારે 15 ટીમ એનડીઆરએફની મદદે મોકલી હતી જ્યારે છેલ્લા કેટલા કલાકથી વરસાદ બંધ થતાં હવે બરોડા શહેરમાં થી પાણી ઉતારવાનું શરૂ થયું છે ત્યારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી કેટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તે અંગે રાજ્ય સરકાર ની 26 ટિમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે આરોગ્ય બાબતે બરોડા કોર્પોરેશને સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મદદ લીધી છે..જ્યારે બરોડામાં કુલ 840 જેટલી પ્રેગ્નન્ટ મહિલાઓને સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ બરોડા ની મુલાકાત લેશે. Body:બરોડાની સમીક્ષા દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું કે હવે બરોડા ની પરિસ્થિતિ કાબુમાં છે. પાણીમાં ઓસરી રહ્યું છે. પાણી ન ઓસરતા ની સાથે જ રાજ્યની 26 ટિમ દ્વારા અલગ અલગ વિસ્તરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ છે ત્યારે સતત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ બોર્ડ ના સંપર્કમાં રહીને પરિસ્થિતિ નો તાગ મેળવી રહ્યા છે. જ્યારે પીએમઓ ઓફિસ ને પણ સતત મોનિટરિંગ કરી રહી છે. આમ હવે રાજ્ય સરકારે પણ પરિસ્થિતિ ને જોતા તાત્કાલિક બરોડા કલેકટર ને 1 કરોડ ની સહાય આપી દેવામાં આવી છે. જેમાં અસરગ્રસ્ત નુકશાન ની નો સહાય આપવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં 20 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.

બાઈટ...

જે.એન. સિંઘ મુખ્યસચિવ..

સિંઘે વધુમાં જણાવ્યું હતું કે એન.ડી.આર. એફ. ની 15 ટિમો રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 6998 લોકો ને રેસ્ક્યુ કર્યા અને 4 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વીજ માં ગઈ કાલ સુધીમાં 48 ફીડર બંધ હતા તે ચાલુ કરી દીધા છે. બરોડવાસીઓ ને પીવાનું પાણી લોકો ને શુદ્ધ મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બરોડા આવા જવાના તમામ રસ્તાઓ જેવા કે હવાઈ માર્ગ, રોડ માર્ગ અને ટ્રેન સુવિધાઓ શરૂ કરી દેવામાં આવી છે.

વરસાદી પાણી ભરાઈ ગયા બાદ જે પાણી ઓસર્યા છે તેમાં ગંદકી અને અસ્વચ્છતા ને કારણે રોગચાળો ફાટી ના નીકળે તે માટે અમદાવાદ અને સુરત કોર્પોરેશન ની ટીમ બરોડા ને સ્વચ્છ કરશે જેમાં 98 જેટલી ટિમો બરોડા માં કામ કરી રહી છે. જ્યારે કેશડોલ તરીકે દર વ્યક્તિ ને 60 સહાય આપવામાં આવશે. Conclusion:આમ હવે બરોડાની પરિસ્થિતિ નો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ થી સીધા બરોડા હવાઈ માર્ગે પહોંચશે. બરોડા પહોંચીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. ઉપરાંત રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ પણ બરોડની મુલાકાત લેશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.