ETV Bharat / state

SSC Exam Result 2023 : 99.38 પીઆર મેળવી લોન્ડ્રીમેન પિતાની લાડલીએ ગૌરવ વધાર્યું , પ્રેરણાદાયી કિસ્સો - આયુષી સાંખલા

વડોદરામાં લોન્ડ્રીમેન પિતાની લાડલીએ ગૌરવ વધાર્યું હોય તેવું સરસ પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા ધોરણ 10 પરિણામમાં આયુષી સાંખલા નામની વિદ્યાર્થિનીએ 99.38 પરસેન્ટાઇલ મેળવી પિતાના પરિશ્રમને ચળકાવ્યો છે સાથે અન્યો માટે પ્રેરણાદાયી કિસ્સો રજૂ કર્યો છે.

SSC Exam Result 2023 : 99.38 પીઆર મેળવી લોન્ડ્રીમેન પિતાની લાડલીએ ગૌરવ વધાર્યું , પ્રેરણાદાયી કિસ્સો

author img

By

Published : May 25, 2023, 7:00 PM IST

પિતાના પરિશ્રમને ચળકાવ્યો

વડોદરા : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામને લઇ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને પોતાના પિતાને લોન્ડ્રીના વ્યવસાયમાં મદદરૂપ બનતી આયુષી સાંખલાએ ધોરણ 10ના પરિણામમાં 99.38 પરસેન્ટાઇ મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેનાપિતા છેલ્લા 20 વર્ષોથી લોન્ડ્રીનો વ્યવસાય કરે છે અને આયુષી ભણતર સાથે મદદરૂપ બનતી હોવા છતાં ઉચ્ચ પરિણામ મેળવતા અનેક વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે.

રોજ આઠથી નવ કલાકની મહેનત કરી છે સાથે સ્કૂલ અને ટ્યૂશન પણ મેળવ્યું છે. પરિવાર અને સ્કૂલ તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે. સૌથી વધુ ફાળો મારા માતાપિતાનો છે અને તેમના સપોર્ટ વગર કંઈ પણ શક્ય નથી. આગળ એન્જીનિયરિંગ કરવું છે. મને ગણિતમાં સારું હોવાથી આ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા છે...આયુષી સાંખલા (વિદ્યાર્થિની)

લોન્ડ્રીના કામમાં પિતાને મદદ : આ અંગે આયુષી સાંખલાએ જણાવ્યું હતું કે, આજે જાહેર થયેલા પરિણામમાં મારે 99.38 પર્સન્ટાઈલ આવે છે મહેનત તો ખૂબ જ સારી કરી હતી અને 100 ટકા મહેનત કરી છે. પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે. મારા માતાપિતાની ઈચ્છા પૂરી થઈ છે. પિતા લોન્ડ્રીનો વ્યવસાય કરે છે અને જ્યારે પણ તેમને મદદની જરૂર હોય ત્યારે હું મદદ કરતી હતી. સાથે સાથે ટ્યુશન અને ભણતરની સાથે મદદ પણ કરતી હતી. ભણવામાં પણ મારે કોઈ પણ મુશ્કેલી સર્જાય ત્યારે તેઓ મને મદદરૂપ થતા હતા અને મારી જરૂરિયાતની તમામ વસ્તુ મને પુરી પાડી છે.

પરિણામથી પિતા ગદગદ : આયુષીના સરસ પરિણામને લઇનેે તેના પિતા સંદીપ સાંખલાએ જણાવ્યું હતું કે, મારું લોન્ડ્રીનું કામ છે. હું છેલ્લા 20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છું. દીકરીએ ખૂબ સારા ટકા મેળવ્યા છે જેથી હું ખૂબ ખુશ છું. મારી દીકરી ભણવાની સાથે સાથે મારા કામમાં પણ સપોર્ટ કરતી હતી. મારે જ્યારે પણ મોડું વહેલું થાય કે કોઈ પ્રોબ્લેમમાં હોઉં ત્યારે મને ખુબ મદદ કરતી હતી. અત્યારે ખૂબ ખુશીનો માહોલ છે કે હું અત્યારે આ ખુશીને કઈ રીતે વ્યક્ત કરું. આ સમય હંમેશ માટે મને યાદ રહેશે.

  1. SSC Exam Result 2023 : અમદાવાદમાં મજૂરી કામ કરી દીકરીને ભણાવી, હવે દીકરીની સપનું સિવિલ સર્વિસ પાસ કરવાનું
  2. SSC Exam Result 2023 : ધો 10માં ધારેલું પરિણામ ન આવતા એકના એક દીકરાએ કરી આત્મહત્યા
  3. SSC Exam Result 2023 : રાજકોટમાં ભાડાના મકાનમાં રહેતા વિદ્યાર્થીએ બોર્ડમાં 99.99 પીઆર મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.