ETV Bharat / state

Vadodara Drug Raid : શહેરમાં વધુ એક MD ડ્રગ પેડલર ઝડપાયો, ક્યાંથી આવે છે ડ્રગ ?

શહેરમાં ડ્રગનું દુષણ વધી રહ્યું છે. ત્યારે ગેરકાયદેસર પ્રવેશતા નશાયુક્ત પદાર્થોને ડામવા વડોદરા પોલીસે કમર કસી છે. ફરી એકવાર શહેરમાં MD ડ્રગ્સ વેચાતું હોવાની બાતમી મળતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુંબઈથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો લાવી છૂટકમાં વેચાણ કરતો શખ્સ ઝડપાયો છે.

Vadodara Drug Raid : શહેરમાં વધુ એક ડ્રગ પેડલર ઝડપાયો, ક્યાંથી આવે છે ડ્રગ ?

author img

By

Published : Jun 27, 2023, 5:34 PM IST

વડોદરા : આજના સમયમાં યુવાનો વ્યસનના રવાડે ચડેલા જોવા મળે છે. ત્યારે શહેરમાં ગેરકાયદેસર પ્રવેશતા નશાયુક્ત પદાર્થોને ડામવા વડોદરા પોલીસે કમર કસી છે. શહેર નજીકથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સના કાળા કારોબારનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોમાં સોપો પડી ગયો હતો. પરંતુ ફરી એકવાર શહેરમાં MD ડ્રગ્સ વેચાતું હોવાની બાતમી મળતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ખાસ ઓપરેશન : શહેરમાં પોલીસ કમિશ્નર દ્વારા "ઓપરેશન ક્રેક ડાઉન" ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે નશાયુક્ત પ્રવૃત્તિ અને તેની સાથે સંકળાયેલ ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રોશન નગરમાંથી એક ઇસમને SOGએ માદક પદાર્થ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. ઈસમ પાસેથી 54.22 ગ્રામ માદક પદાર્થ જેની કિંમત રૂપિયા 5,42,200 સાથે કુલ મળી 5,77,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મુંબઈથી આવ્યું ડ્રગ : શહેરમાં નશાયુક્ત પદાર્થો વેચતા હોવાની બાતમી SOGને મળી હતી. તે અનુસાર શહેરના તુલસીવાડી પાછળ મદ્રેસાની સામે રોશન નગરમાં રહેતા સાજીદઅલી શૌકતઅલી પઠાણ તથા તેનો મિત્ર ભેગા મળી ડ્રગ્સનું વેચાણ કરે છે. મુંબઈથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો લાવી ઘરમાં સંતાડી બંને ભેગા મળી છૂટકમાં વેચાણ કરે છે. ચોક્કસ બાતમીના આધારે SOG PI વી.એસ.પટેલ અને ટીમ દ્વારા રેઇડ કરતાં તે ઘરમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો મુંબઈથી આવતો હતો અને છૂટક વેચવામાં આવતો હતો. આ કાર્યવાહીમાં એક ઈસમની અટકાયત કરવામાં આવી છે. જ્યારે સપ્લાયર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બાતમી વાળી જગ્યાએથી એક આરોપી સહિત MD ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી આ ડ્રગ્સ મુંબઈથી મંગાવતો હતો. જે શહેરના નાગરિકો સુધી પહોંચે તે પહેલાં જ પકડી લેવામાં આવ્યો છે. હાલમાં એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. વધુ પૂછતાછ બાદ ડ્રગ્સ સપ્લાય કરનાર અને અન્ય કોઈ સામેલ હશે તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.-- વી.એસ.પટેલ (SOG PI)

MD ડ્રગનો જથ્થો : સાજીદઅલી શૌકતઅલી પઠાણ મકાન.નંબર 427 મદ્રેસાની સામે, રોશનનગર, તુલસીવાડી પાછળ, કારેલીબાગમાં રહે છે. ત્યાંથી SOGએ તેને દબોચ્યો હતો. આરોપી પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન વજન 54.22 ગ્રામ જેની કિ.રૂ 5,42,200 મળી આવ્યું હતું. ઉપરાંત અંગઝડતી કરતા રોકડા રૂ. 29,500 સાથે બે મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 5,500 મળી કુલ કિંમત રૂપિયા 5,77,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  1. Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલર
  2. No Drugs in Surat City: સુરત SOG પોલીસે 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.