વડોદરા: શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ (Rain In Gujarat)થયો છે. વડોદરા શહેરમાં 148 મિમી વરસાદ નોંધાયો છે હાલમાં વડોદરા શહેર સહિત અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ (Rain in Vadodara)સર્જાયો છે. વડોદરામાં હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ શહેરના અલકાપુરી, અકોટા, માંજલપુર, નવાયાર્ડ, સમા, કારેલીબાગ, સયાજીગંજ, બપોદ, મકરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂ થતા ( Monsoon Gujarat 2022 )વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચોઃ વલસાડમાં ઘોઘમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી
શહેરના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો - છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. આખરે વરસાદ વરસતા ઠંડક પ્રસરતા લોકોમાં રાહત જોવા મળી હતી. શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ત્યારે બપોરે 2 વાગ્યા બાદ સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો હતો. હાલમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ હતી. જેના કારણે શહેરના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Rain in Junagadh: રીમઝીમ વરસાદથી ધરતીપૂત્રોમાં છવાયો આનંદ
વાતાવરણમાં ઠંડક પ્રસરી - વરસાદથી પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. લોકો રેંકોટ, છત્રીના સહારે વરસાદથી રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે. તો કેટલાક લોકો વરસાદનો આનંદ માનણતા જોવા મળ્યા છે.