વડોદરાઃ પાદરા ડેપો દ્વારા છ શિડ્યુલ શરૂ કરાયા છે. જેમાં પાદરાથી વડોદરા સેન્ટ્રલ ડેપો, પાદરા-કીર્તિ-પાદરાથી કરજણ અને પાદરાથી સંતરામપુર બસ હાલ દોડી રહી છે. જેમાં રોજ સરેરાશ 150ની આસપાસ પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે. કોરોના સામે સુરક્ષામાં દોડી રહેલી બસને પહેલાં સેનેટાઈઝ કરવામાં આવે છે.
ત્યારબાદ દરેક પ્રવાસીઓને ટેમ્પ્રેચર ગનથી ટેસ્ટ કરવામાં આવે છે. મોટી બસમાં 20 પ્રવાસી અને નાની બસમાં 15 પ્રવાસીઓને બેસવા દેવામાં આવે છે. કંડકટર માસ્ક અને હાથ મોજાથી સજ્જ હોય છે અને તમામ પ્રવાસીઓને માસ્ક ફરજિયાત પહેરવામાં આવે છે. બસ પાછી ફરતા ફરી સેનેટાઈઝ કરીને મૂકવામાં આવે છે. રોજ સરેરાશ 4 હજારથી 6 હજાર ભાડું આવી રહ્યું છે.