ETV Bharat / state

વડોદરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ

author img

By

Published : Nov 7, 2020, 9:27 AM IST

શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવવામાં આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ છે. જે અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકર ચિરાગ કડિયાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસની માંગણી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી. પરંતુ પોલીસે મંજૂરી આપવાને બદલે તેમની અટકાયત કરી દીધી હતી.

vadodara
શ્રમજીવી કલ્યાણ બોર્ડ
  • વડોદરા શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ
  • જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસની માંગણી
  • પોલીસે કાર્યકરોની કરી ધરપકડ

વડોદરા : શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવવામાં આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ છે. જે અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકર ચિરાગ કડિયાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસની માંગણી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી, પરંતુ પોલીસે મંજૂરી આપવાને બદલે તેમની અટકાયત કરી દીધી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાને 2017 શ્રમિકોને ભોજનની શરૂઆત કરી

આ કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 2017માં જ્યારે શ્રમજીવીઓ ને રૂ.10માં ભોજન આપવાની યોજના શરૂ કરી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રમિકોને રૂ.10માં ભોજન પીરસીને શ્રમજીવી કલ્યાણ બોર્ડના લાખો રૂપિયાના ખર્ચાના મોટી મોટી જાહેરાતોના હોર્ડિંગ બોર્ડ મારેલા અને જણાવેલું કે, ગરીબોની કાળજી માત્ર ભાજપા સરકાર લે છે. શ્રમજીવીઓને રૂ.10માં ભોજન આપવાનું કામ અન્ય કોઈ સરકારે કર્યું નથી.

શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવવામાં આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ
ગરીબો માટે સંવેદનશીલ ગણાવતી સરકારે ગરીબો પ્રત્યે સંવેદન શીલ નહીં અસંવેદનશીલ હોવાનું પુરવાર કોરોનાની મહામારીમાં જ્યારે વેપાર ધંધા પડી ભાગ્યા છે અને શ્રમજીવીઓને રોજગારી મળતી નથી. તેવા કપરા સમયમાં પોતાની ભાજપા સરકારને ગરીબો માટે સંવેદનશીલ ગણાવતી સરકારે દોઢ મહિનાથી શ્રમિકોને 10 રૂપિયામાં મળતું ભોજન બંધ કરી ગરીબો પ્રત્યે સંવેદન શીલ નહીં અસંવેદનશીલ હોવાનું પુરવાર થયું છે. આજે દારૂની દુકાનો, પાનના ગલ્લા, ભજીયા-સેવ ઉસળની લારીઓ, મોટા રેસ્ટોરન્ટ, ધાબા, મૉલ, થિયેટર સહિતના તમામ ધંધા ચાલુ છે.ત્યારે ભાજપાની રૂપાણી સરકાર કોરોનાનું બહાનું આગળ ધરીને જે ગરીબોને 10 રૂપિયામાં જમવાનું મળતું હતું, તે બંધ કર્યું. તેમણે જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના શરૂ થાય તેની માંગણી સાથે અગાઉ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તે બાદ કલેકટર કચેરી બહાર ધરણાંનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરી તેની પરવાનગી માગવામાં આવી હતી.પોલીસે તે પરવાનગી આપી નહીં અને અચાનક જ અમારા ઘરેથી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.