વડોદરા શહેરમાં આર.ટી.ઓ.અને ટ્રાફિક પોલીસ દ્વારા થતી હેરાન ગતિ આક્ષેપ સાથે શહેરના સ્કૂલવર્ધી વાહન અને રિક્ષા ચાલકો બે દિવસની હડતાલ પર જતા શાળા જતા બાળકો અને વાલીઓને પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.જેને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા હડતાલને અનુલક્ષી વડોદરા શહેરમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પોલીસ પોતાની સ્કૂલમાં જવા માટે હડતાળિયા ચાલકો તરફથી કોઇ હેરાનગતિ ન થાય અને સહી સલામત તેઓ પોતાની શાળાઓમાં જઈ શકે તે માટે શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ 52 ટીમો બનાવી હતી. જેમાં 46-મોટર સાયકલ તથા 21- PCR વાન તથા 9-સરકારી બોલેરો વાન દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્કૂલોના વિદ્યાર્થીઓને સલામત પહોંચાડવા માટે જુદી જુદી ટીમો જુદા સ્થળોએ વાહનો સાથે રાખવામાં આવી હતી.
જેમાં જુદી-જુદી સ્કૂલના અંદાજે 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જોકે વડોદરા શહેર પોલીસની આ કામગીરીને લઈને વોલીઓએ ખુશી વ્યકત કરી હતી વડોદરા શહેર પોલીસની પ્રશંસા કરી હતી.