વડોદરા રાજ્યમાં કન્યાઓ શાળાએ ભણવા જાય તે માટે સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. પરંતુ આમાંથી કેટલીક યોજનાઓ એવી છે, જેના લાભથી આજે પણ આ કન્યાઓ વંચિત છે. આવી જ એક ટ્રાન્સપોર્ટની યોજનાથી ડભોઈ તાલુકાના વાયદપુરા ગામની કન્યાઓ આજે પણ વંચિત છે. શું છે સમગ્ર મામલો આવો જાણીએ.
આ પણ વાંચો 1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું
સરકારી યોજના ન મળતાં કાઢ્યો રસ્તો હાલમાં રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને સરકારી યોજના દ્વારા ટ્રાન્સપોર્ટેશનની મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેનો લાભ અંતરિયાળ ગામોની કન્યાઓને મળે છે. જેના પરિણામે આ કન્યાઓ સરળતાથી શાળાએ આવી અને જઈ શકે છે, પરંતુ ડભોઈના વાયદપુરા ગામમાં તો ઊલટી જ ગંગા વહી રહી છે. અહીં આ સરકારી યોજનાનો લાભ પહોંચતો જ નથી.
શિક્ષકે શોધ્યો રસ્તો આ યોજનાથી વંચિત બાળકીઓ માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે અહીંના એક શિક્ષક નરેન્દ્રભાઈએ. તેમણે લોકભાગીદારીથી ફાળો એકઠો કરી બાળકીઓને દરરોજ શાળાએ જવામાં સરળતા રહે તે માટે એક વાહન નક્કી કરી ભાડે કરી આપ્યું છે. એટલે હવે બાળકીઓ સરળતાથી શાળાએ જઈ અને આવી શકે છે. માત્ર અઢી કિલોમીટરના કારણે બાળકીઓ સરકારી યોજનાથી વંચિત રહેવાના કારણે શિક્ષકે આ રસ્તો કાઢ્યો હતો. ત્યારે સમગ્ર પંથકના લોકો શિક્ષકના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.
માત્ર અડધા કિલોમીટરના કારણે યોજનાથી વંચિત સરકારની યોજના પ્રમાણે, શાળામાં અભ્યાસ કરતી કન્યાઓ પોતાના ગામથી 3 કિલોમીટર કરતાં વધુ અંતરે અપડાઉન કરતી હોય તો સરકાર તેમને ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સહાય યોજના પૂરી પાડે છે. આના કારણે અંતરિયાળ ગામોમાં અભ્યાસ કરતી બાળાઓ સરળતાથી પોતાના ગામથી પોતાની શાળાએ પહોંચી શકે, પરંતુ ડભોઇ તાલુકાના વાયદપુરા ગામમાં શાળામાં અભ્યાસ કરતી કન્યાઓ ભિલાપુર ગામે અભ્યાસ અર્થે જાય છે. જોકે, બંને ગામ વચ્ચેનું અંતર માત્ર અઢી કિલોમીટર હોવાથી તેમને સરકારની આ યોજનોનો લાભ નથી મળતો.
પગપાળા જવા મજબૂર બનતી હતી કન્યાઓ વાયદપુરા ગામની કન્યાઓને ચાલતા પગપાળા ભીલાપુર અભ્યાસ માટે જવું પડતું હતું. તેના કારણે તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. એટલે કેટલીક કન્યાઓ શાળાએ નિયમિતપણે જતી નહતી. અથવા તો કેટલીક કન્યાઓના વાલીઓ પણ આ કારણોસર પોતાની દિકરીઓને ભણવા માટે મોકલતા નહતા. આના કારણે આ કન્યાઓના શિક્ષણ પર મોટી અસર થતી હતી. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે સરકારનો હેતુ સાકાર થતો નહતો.