વડોદરા: સરદાર સરોવર ડેમનું પાણી છોડવાના કારણે વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દયનિય સ્થિતિ થવા પામી છે. તેવામાં ડભોઇ તાલુકાના ભાલોદરા ગામની શાળામાં ઓરસંગ નદીના પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ તેવામાં શાળાની છત ધરાશાયી થઈ જવાનો બનાવ સામે આવ્યો છે.
"ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શાળાના સંકુલની અંદર પૂરનાં પાણી પ્રવેશી ગયા હતા. પરંતુ શાળાની ઈમારત પહેલેથી જ જર્જરીત હાલતમાં હતી. પાણી ભરાઈ જવાના કારણે આ ઇમારતની છત હાલ પડી જવા પામી છે. પરંતુ સદનસીબે શાળામાં ગણેશ ચતુર્થીની રજા હોવાના કારણે જાનહાનિ ટળી જવા પામી હતી."--સિદ્ધાર્થ મિનારા ( શાળાના આચાર્ય)
2016 માં જ બની હતી આ શાળા: ડભોઇ તાલુકાના ભલોદરા ગામે 2016 માં આ પ્રાથમિક શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ શાળાની અંદર એક થી પાંચ ધોરણનાં વર્ગો કાર્યરત છે. જેમાં 35 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે .પરંતુ આ શાળાની હાલની સ્થિતિ દયનીય બની જવા પામી હતી. આ શાળાની જજૅરીત બનેલી છત પૂરનાં પાણી ભરાઈ જવાના કારણે ધરાશાયી થવા પામી હતી.પરંતુ મહત્વની વાત એ છે કે, હાલ સરકાર દ્વારા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણનું સ્તર ઉંચુ આવી રહ્યું છે. જર્જરીત ઓરડા તેમજ પૂરતી સુવિધાઓનો અભાવ હોવાના કારણે કેટલાક વાલીઓ શિક્ષણ મેળવવા માટે પોતાના બાળકોને મોકલતા ન હોવાનું પણ કેટલીકવાર જોવા મળતું હોય છે.
![ગામમાં પાણી જ પાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/gj-vdr-rural-03-vadodara-dabhoi-balotra-school-videi-story-gj10080_20092023075337_2009f_1695176617_827.jpg)
જાનહાની ટળી: બે દિવસ અગાઉ મુશળધાર વરસાદ વરસતાં ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં પણ પૂર આવ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કેટલાય બનાવો બન્યા હતા. ત્યારે ભાલોદરા ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જવાના કારણે ગામની પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ જવા પામી હતી. પરંતુ ગણેશ ચતુર્થીની શાળામાં રજા હોવાના કારણે શાળાના સંકુલમાં બાળકો કે શિક્ષકો કોઈ હાજર ન હતા નહીં, જેથી મોટી જાનહાની ટળી જવા પામી હતી.