ETV Bharat / state

Vadodara News : સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા, જુઓ આ ખાસ અહેવાલ

author img

By

Published : Jul 8, 2023, 6:43 PM IST

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય વિશ્વામિત્રીના કાંઠે આવેલું છે. ત્યારે અહીં ભારે વરસાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. આવા સમયે 1100 થી વધુ પ્રાણી અને પક્ષીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંગે પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર ડો.પ્રત્યુશ પાટકર સાથે ખાસ વાતચીત કરી હતી.

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા

પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા, જુઓ આ ખાસ અહેવાલ

વડોદરા : શહેરમાં આકર્ષણનું કેન્દ્ર સમાન સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં 1100 થી વધુ પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે. ચોમાસાની ઋતુમાં તેઓની જાળવણી અને માવજત યોગ્ય પ્રમાણમાં કરવામાં આવી રહી છે. આ બાગ વિશ્વામિત્રી કાંઠે આવેલ હોવાથી વધુ વરસાદ કે પૂરની સ્થિતિમાં પ્રાણીઓ અને પક્ષીઓને નુકસાન થાય તેનો ભય છે. ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગે પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર ડો.પ્રત્યુશ પાટકર સાથે ખાસ વાતચીત કરી હતી.

ઝૂમાં રી ડેવલપમેન્ટ : આ અંગે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટનકરે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં આપણે ઝૂમાં રી ડેવલપમેન્ટ કર્યું છે. આ ઝૂમાં બે મોટા પ્રોજેક્ટ આપણા પૂર્ણ થયા છે. આ બે મોટા પ્રોજેક્ટમાં નવા પિંજરા અને નવા ઇન્ક્લુઝર ડિઝાઇન કર્યા છે. એમાં સંપૂર્ણપણે પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે. જાનવરો સુરક્ષિત રીતે ઊંચાઈવાળા વિસ્તાર પર જઈ શકે એવી ડિઝાઈનમાં પહેલાથી તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માંસાહારી પ્રાણીઓના પિંજરામાં નાઈટ હાઉસમાં પણ ઊંચા પ્લેટફોર્મ બનાવ્યા છે. જેના પર જાનવર ચડી જાય તો પૂરની પરિસ્થિતિમાં પાણી ભરાય તો પણ જાનવર સુરક્ષિત રહી શકે છે.

સયાજીબાગ ઝૂ વિશ્વામિત્રીના કાંઠે આવેલું છે. ઘણા સમયથી આપણે કાયમ થોડા વર્ષે પૂરની સમસ્યા આવતી હોય છે. અંદાજીત પાંચ વર્ષે એકાદ વાર પૂરની સમસ્યા નડે છે. આ પ્રાણી સંગ્રહાલયનું તંત્ર તે સ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર અને પરિપક્વ છે. કોઈપણ પ્રકારે કોઈ કુદરતી આપત્તિ આવશે તો એને એનાથી પ્રાણીઓ પક્ષીઓને સુરક્ષિત રાખવામાં આવશે. આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. -- પ્રત્યુશ પાટનકર (ઝૂ ક્યુરેટર, સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય)

પક્ષીઓ માટે વ્યવસ્થા : પ્રત્યુશ પાટનકરે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષીઓને વોકઇન એવીયરી નું ગયા વર્ષે ઓક્ટોબર 2022માં લોકાર્પણ કર્યું હતું. આ એવીયરીની સંપૂર્ણ ડિઝાઇન ફ્લડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. પક્ષીઓના પિંજરા ઘણી સારી હાઇટ અને ઘણી ઊંચાઈએ રાખવામાં આવ્યા છે. વ્યવસ્થા એવી છે કે નીચે પાણી ભરાતા પક્ષી ઉપરવાળા ઊંચાઈવાળા વિસ્તાર પર જઈને બેસી શકે છે. પક્ષીઓને પૂરતા પ્રમાણમાં માળા આપવામાં આવેલા છે. તેઓ અંદર જઈને પણ પોતાને વરસાદથી સુરક્ષિત કરી શકે છે.

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય
સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય

કુદરતી વાતાવરણ : પ્રાણી સંગ્રહાલયમાં બે મોટા વોક ઇન ડોમ છે. પક્ષીઓ માટે કુદરતી મોટા વૃક્ષોને ડોમની અંદર આવરી લેવામાં આવ્યા છે. કુદરતી રીતે પણ પક્ષીઓ જંગલમાં પોતાને જ્યારે વધુ પડતા વરસાદથી સુરક્ષિત રાખવાના હોય ત્યારે ગીચ વૃક્ષોની અંદર પોતાને સુરક્ષિત કરતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે આ વૃક્ષોને રાખ્યા છે. પક્ષીઓ જે તે સમયે આ વૃક્ષોમાં પોતાની રીતે સુરક્ષિત રહે છે.

નાના પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા : આ સાથે બીજા નાના પ્રાણીઓને સુરક્ષાની ખાસ જરૂર પડે છે. જેમાં સસલા, શાહુડીના પિંજરા નીચાણવાળા વિસ્તારમાં જે. ઝૂ ઓફિસના વિસ્તાર અને ઝૂનો કવોરંટાઇન સેક્શનના ઊંચાણવાળા વિસ્તાર છે. જરૂર જણાય તો નાના પ્રાણીઓને ત્યાં શિફ્ટ કરવામાં આવે છે. આવનાર સમયમાં નવા ક્વોરન્ટાઇન વિસ્તારોમાં ન્યુ ડેવલપમેન્ટના પ્લાનિંગમાં આવરી લેવામાં આવશે. તમામ વિસ્તારો ફ્લડ લેવલે રાખવામાં આવશે. પૂરની પરિસ્થિતિમાં કોઈ સમસ્યા ઉપસ્થિત નહીં થાય તે માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

  1. વડોદરાના સયાજીબાગ ઝૂમાં નવું આકર્ષણ ઉમેરાયું, દેશ-વિદેશના પક્ષીઓની એવિયેરી ખુલ્લી મુકાઇ
  2. વડોદરા: સયાજીબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે વિશેષ કામગીરી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.