ETV Bharat / state

શિવાંશની હાજરીમાં સચિને મહેંદીની હત્યા કરી, 3 દિવસ સુધી રસોડામાં સડતો રહ્યો મૃતદેહ

ગાંધીનગરમાં બે દિવસ પહેલા ત્યજી દેવામાં આવેલા બાળક શિવાંશના માતા-પિતાની શોધ કરતા ચકચારી હત્યાનો પર્દાફાશ સામે આવ્યો છે. શિવાંશના પિતાએ લિવઇન પાર્ટનર હિના ઉર્ફે મહેંદીની સાથે રહેવાની જીદ નહિ માની તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ગઇકાલે રવિવારે વડોદરાના ખોડિયારનગર વિસ્તારના દર્શનમ ઓએસીસ ફ્લેટમાંથી હિનાના સડી ગયેલા દેહને પોટલું વાળીને પોસ્ટ મોર્ટમ અર્થ એસ.એસ.જી હોસ્પિટલમાં લઇ જવાયો છે.

શિવાંશની હાજરીમાં સચિને લિવઇન પાર્ટનર મહેંદીનુ ગળુ દબાવી હત્યા કરી, 3 દિવસ સુધી મૃતદેહ રસોડામાં સડતો રહ્યો

author img

By

Published : Oct 11, 2021, 7:16 AM IST

  • બે દિવસ પહેલા ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિર પાસે માસુમ બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું
  • 20 કલાકની મહામહેનતે બાળકના પિતા સચિન દિક્ષીતની રાજસ્થાનથી અટકાયત કરાઈ હતી
  • વડોદરાના ખોડીયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસીસ ફ્લેટના જી-102 ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી
  • તિવ્ર દુર્ગંધ વચ્ચે હિનાના સડી ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોટલું વાળીને લઇ જવાયો

વડોદરા : બે દિવસ પહેલા ગાંધીનગરના સ્વામિનારાયણ ગુરુકુલની ગૌ-શાળા પાસે માસુમ બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. બાળકને જોતા જ મોંઢા પર સ્મિત આવી જાય એટલે તેનું નામ સ્મિત રાખ્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે બાળકના માતા-પિતાની શોધખોળ કરવા અલગ અલગ ટીમો બનાવી કામે લગાડી હતી. 20 કલાકની મહામહેનતે બાળકના પિતા સચિન દિક્ષીતની રાજસ્થાનથી અટકાયત કરી, તેની પુછપરછ કરવામાં આવી હતી. લિવઇન પાર્ટનર હિના ઉર્ફે મહેંદીનું ગળું દબાવીને વડોદરાના ફલેટમાં હત્યા કરી સુટકેસમાં ભર્યા બાદ પુત્ર શિવાંશ (સ્મિત)ને ગાંધીનગર ખાતે મુકીને રાજસ્થાન ભાગી ગયો હોવાનુ કબુલ્યું હતું. હત્યા દરમિયાન શિવાંશ ફ્લેટમાં જ હતો. કબુલાત બાદ ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી.

શિવાંશની હાજરીમાં સચિને લિવઇન પાર્ટનર મહેંદીનુ ગળુ દબાવી હત્યા કરી, 3 દિવસ સુધી મૃતદેહ રસોડામાં સડતો રહ્યો

વડોદરાના ખોડીયારનગર ખાતે મહેંદીનુ ગળુ દબાવી હત્યા કરી

ગતરાત્રે વડોદરાના ખોડીયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસીસ ફ્લેટના જી-102 ખાતે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઘરમાં ઘુસતા જ તિવ્ર દુર્ગંધ આવવાનું શરૂ થઇ ગયું હતું. પોલીસે રસોડામાં ગેસનો બોટલ મુકવાની જગ્યાએથી હિનાના મૃતદેહને સ્યુટકેસમાં પેક કરેલી હાલતમાં રિકવર કરી હતી. હિનાનો દેહ સડી (ડિકંમ્પોઝ) જવાની શરૂઆત થઇ ગઇ હતી. ઘટના સ્થળ પર તપાસ અર્થે FSLની ટીમો પણ પહોંચી ગઇ હતી. તિવ્ર દુર્ગંધ વચ્ચે હિનાના સડી ગયેલા દેહને પોસ્ટ મોર્ટમ અર્થે પોટલું વાળીને લઇ જવાયો હતો. સમગ્ર ઘટનામાં ગાંધીનગરમાં ઝડપાયેલા શિવાંશના પિતા અને હિનાના લિવઇન પાર્ટનર સચિન દિક્ષીતને પણ ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો. જરૂરી તપાસ બાદ તેને અહિંયાથીં લઇ પોલીસ રવાના થઇ હતી.

મહેંદીનો મૃતદેહ સ્યુટકેસ બેગમાંથી મળી આવ્યો

લિવઇન પાર્ટનર સચિને મહેંદીનું ગળું દબાવીને મારી નાંખ્યાની કેફીયત ગાંધીનગર પોલીસ સમક્ષ રજુ કરતા તપાસનો રેલો વડોદરા આવી પહોંચ્યો હતો. વડોદરા ખોડિયાર નગર સ્થિત ફ્લેટમાં તપાસ કરવા જતા મહેંદીનો મૃતદેહ સ્યુટકેસ બેગમાંથી મળી આવ્યો હતો. દેહને સડો (ડિકંમ્પોઝ) લાગવાનું શરૂ થઇ ગયું હતું. તેના પગના ચામડીનો કલર સુદ્ધાં બદલાઇ ગયો હતો. ફ્લેટ પરથી દેહને પોસ્ટ મોર્ટમ અર્થે પોટલું વાળીને એમ્બ્યુલન્સમાં લઇ જવાયો હતો.

નવરાત્રીના એક દિવસ પહેલા હત્યા થયાનું અનુમાન

હિનાના પાડોશી અમિતા તિવારીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, નવરાત્રી શરૂ થયાના એક દિવસ પહેલા 11 વાગ્યાની આસપાસ બાળકના મોટેથી રડવાનો અવાજ આવતો હતો. અમને લાગ્યું કે બાળક છે તો સામાન્ય કારણોસર રડતું હશે. ત્યાર બાદ ઘરમાં કોઇ અવર જવર નથી. અને આજે હિનાના મૃત્યું થયાના સમાચાર મળ્યા. હિનાનો પાર્ટનર અહિંયા આવતો જતો રહેતો હતો. તેઓ કોઇની સાથે વાતચીત કરતા ન હતા. આજરોજ બપોરે મારા પતિ ઓફિસ જતા હતા ત્યારે તેમને દુર્ગંધ આવતું હોવાનું તેમણે મને જણાવ્યું હતું. પરંતુ મને એવું કંઇ લાગ્યું ન હતું. સાંજે જાગી ત્યારે મારી બાજુના મકાનમાં હત્યા થઇ હોવાનું મને જાણવા મળ્યું હતું.

દંપત્તિ છેલ્લા 5 મહિનાથી અહિયા રહેતા હતા

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં ભાડેથી ફ્લેટ લઇ લિવઇન કપલ વચ્ચે ઝગડો થતા વાત વણસી હતી. અને પુરૂષ પાર્ટનરે મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. ગાંધીનગરમાં મળેલા બાળકનું પગેરૂ શોધતા પોલીસને હત્યાનું રહસ્ય ઉઘાડું પડ્યું હતું. ગતરાત્રે પોલીસે ફ્લેટ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લિવઇન દંપત્તિ છેલ્લા 5 મહિનાથી અહિયા રહેતા હતા.

આ પણ વાંચો : સાથે રહેવા બાબતે ઝઘડો થતા સચિને શિવાંશની માતાની કરી હત્યા

આ પણ વાંચો : શિવાંશના દસ મહિના પૂરા થતા કેક કાપી સેલિબ્રેશન કરાયા બાદ શિશુ ગૃહ મોકલાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.