વડોદરા: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે આખરે કૉંગ્રેસમાંથી રાજીનામું (Hardik patel resigns from Congress) આપી દીધું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કૉંગ્રેસથી નારાજ હતા. તે વાત અવારનવાર સામે આવી હતી. ત્યારે આખરે હાર્દિક પટેલે હવે ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં જ અધવચ્ચે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. જેના કારણે વડોદરા શહેર કોંગ્રેસમાં રાજીનામાની (Congress leaders in Vadodara)વાતો વહેતી થઈ હતી.
આ પણ વાંચોઃ હાર્દિક પટેલે રાજીનામું આપી કૉંગ્રેસની ટણી તોડવાનો કર્યો પ્રયાસ
સુરેશ પટેલ અને વિનુ પટેલે નથી આપ્યું રાજીનામું - વડોદરા શહેરના કોંગ્રેસ (Vadodara City Congress )નેતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલ સુરેશ પટેલ અને વિનુ પટેલના રાજીનામાની વાતને બન્ને નેતાઓએ કોંગ્રેસ સાથે જ હોવાનું જણાવ્યું હતું સાથે સુરેશ પટેલે જણાવ્યું કે મારી ત્રણ પેઢી કોંગ્રેસ સાથે છે અને હું પણ કોંગ્રેસ સાથે જ છું.
આ પણ વાંચોઃ શું હાર્દિક પટેલે ખોટું બોલ્યું ?
પાર્ટી સાથે નારાજગી છે પણ રાજીનામું નથી આપ્યું - વર્ષોથી કોંગ્રેસમાં પક્ષ માટે કામ કરતા સ્વાભાવિક છે કે પક્ષ બાબતે નારાજગી હોય એ આંતરિક મામલો છે. જેમાં હાર્દિક પટેલનું રાજીનામું એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. હાર્દિક પાટીદાર નેતા છે અને સમાજ માટે સાથે છીએ પરંતુ પક્ષ અને વ્યક્તિગત નિર્ણયમાં હું કોંગ્રેસ સાથેજ છું તેવું જણાવ્યું હતું.