વડોદરા શહેરના કલાલી ગામ માંથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે 10.3 ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યૂ કર્યા બાદ મહાકાય મગરને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. શહેરમાં પૂરની સ્થિતિને પગલે 10.3 ફૂટનો મગર વિશ્વામિત્રી નદીમાંથી કલાલી ગામમાં આવી ચઢ્યો હતો. જોકે પૂરના પાણી ઓસર્યા બાદ મગર નદીમાં પરત જવાને બદલે કલાલી ગામમાં ઘુસી આવ્યો હતો.
વડોદરા શહેરના કલાલી ગામમાં મહાકાય મગર દેખાતા સ્થાનિક લોકોએ તુરંત જ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની રેપિડ રેસક્યૂ નેટવર્ક ટીમે જાણ કરી દીધી હતી. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ રેપિડ રેસક્યૂ નેટવર્ક ટીમ સ્થળ પર દોડી ગયા હતા. અને દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો. મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.જોકે લાઇફ ટ્રસ્ટની ટીમના પ્રમુખ પુષ્પકકુમાર કોટીયાએ જણાવ્યું હતું કે, કલાલી ગામમાં મગર દેખાયો હોવાની માહીતી મળતા જ પહોંચી ગયા હતા. ગામ માં મગરનું રેસ્ક્યૂ કર્યા બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.