પ્રાપ્ત વિગતો અનુસાર, વકીલો છેલ્લા એક વર્ષથી માંગ કરી રહ્યા છે કે, વકીલોને પૂરતી બેઠક વ્યવસ્થા જોઈએ પરંતુ અપૂરતી બેઠક વ્યવસ્થાને લઈને વકીલો તેમજ આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ન થતાં વકીલો મંડળના પ્રમુખ અને સભ્યોએ લોબીમાં બેસીને ઘંટ વગાડીને વિરોધ વ્યકત કર્યો હતો.
વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉકેલાતા છેલ્લા ૧૨ દિવસની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનો વિવિધ કાર્યક્રમો આપી રહ્યા હતા.
કયારેક કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી તો કયારેક ઘંટ વગાડીને વિરોધ કરી રહ્યા હતા. જો કે, વકીલોના આ પ્રશ્ન મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા તારીખ ૨૮મી એ મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં વકીલો દ્વારા આગળની રણનીતિ અને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.