મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં પોલીસ વાન અને વાહન ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત થતા મામલો બીચકયો હતો. જેને પગલે વાતનું વતેસર થવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. PCR વાનમાં આવેલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં વાહન ચલાવતા પોતાના જવાનને લઈને રવાના થઈ જતા લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસ વાનના ડ્રાઈવર દ્વારા ગાડીમાંથી પિચકારી મારવા જતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હતું. એક તરફ તંત્રનું આ પ્રકારનું વર્ણન જોતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
વડોદરા શહેરમાં વાહન ચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી
વડોદરા: સમગ્ર રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે, ત્યારે શહેરના મુજમહુડા વિસ્તારમાં વાહન ચાલક અને પોલીસ વાન સાથે સામાન્ય અકસ્માત વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકોના ટોળા એકત્ર થયા હતા.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં પોલીસ વાન અને વાહન ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત થતા મામલો બીચકયો હતો. જેને પગલે વાતનું વતેસર થવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. PCR વાનમાં આવેલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં વાહન ચલાવતા પોતાના જવાનને લઈને રવાના થઈ જતા લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસ વાનના ડ્રાઈવર દ્વારા ગાડીમાંથી પિચકારી મારવા જતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હતું. એક તરફ તંત્રનું આ પ્રકારનું વર્ણન જોતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
નોંધઃ વીડિયોમાં બીભત્સ ભાષાનો ઉપયોગ થયો હોયતો મ્યુટ કરી દેવું..