વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારની શીતલકુંજ સોસાયટીના રહીશો મહાનગરપાલિકાની વડી કચેરીએ મોરચા રૂપે આવી પહોંચ્યા હતા અને પાલિકાના પ્રવેશ દ્વાર પાસે બૅનરો, પોસ્ટરો સાથે દેખાવો કરી નારાજગી દર્શાવી હતી.
છેલ્લા 50 વર્ષથી વધુ રહેતાં સોસાયટીના રહીશોએ ગ્રીન બેલ્ટના રસ્તાને અવરજવર માટે ઉપયોગ કરવા દેવામાં આવે અને ફેન્સિંગ ન કરવા દેવામાં આવે તેવી માગ કરી હતી અને જો આ માગ પાલિકા દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો 10 મીટરનો રોડ અવરજવર માટે આપવામાં આવે તેવી માંગણી કરી હતી.