નોટાના સર્મથનમાં અને નોટાના પ્રચારમાં ઉદાસીનતાનો વિરોધ કરવા અતુલ ગામેચી નામના સામાજીક કાર્યકર નોટાની નનામી કાઢી પોતાની જાતને નોટા ગણાવી ઠાઠડી સાથે કલેક્ટર ઓફીસ પહોચ્યા હતાં. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. અતુલ ગામેચીનું માનવુ છે કે, તંત્ર રાજકીય પક્ષોને ફાયદો કરાવા માટે નોટાનો જોઇએ તેટલો પ્રચાર પ્રસાર કરતી નથી. જેથી લોકોમાં નોટાને લઇને કોઇ માહિતી ન પહોંચતા લોકોને આ વિકલ્પની જાણકારી મળતી નથી.
જોકે ઠાઠડી સાથે ઓફીસમાં આ શખ્સને જોઇને જીલ્લા કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા હતાં. કલેક્ટરે સામાજીક કાર્યકરના આરોપો મુદ્દે પ્રતિક્રિયા આપી તેઓ યોગ્ય પ્રચાર પ્રસાર કરતા હોવાનું જણાવ્યુ હતું.