- જાની બાજવા અંડરપાસના રસ્તા પર દબાણ દૂર કરાયાો
- વડોદરામાં શાખા દ્વારા MGVCL સ્થાનિક પોલીસની મદદથી કામ પૂર્ણ કરાયું
- વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરો કામગીરી હાથ ધરાઇ
વડોદરાઃ શહેરના છાણી ગામથી બાજવાને જોડતા માર્ગ પર રસ્તામાં આવતાં 30 કાચા-પાકા મકાનો અને 35 ખેડૂતોએ ઉભી કરેલી ફેન્સીંગ અને કમ્પાઉન્ડ વોલના દબાણો પાલિકા દ્વારા દુર કરવામાં આવ્યા હતા.
દબાણ દૂર કામગીરી હાથ ધરાઇ
વડોદરા શહેરના છાણી બાજવા રોડ ઉપર ટીપી 48માં 18 અને 24 મીટરના રસ્તાની કામગીરી માટે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમે દ્વારા રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન MGVCLનો સ્ટાફ સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ જોડાયા હતા અને 2 કિલોમીટરના રસ્તામાં નડતરકરૂપ કાચા પાકા 30 મકાનો તેમજ 35 જેટલા ખેડૂતો દ્વારા કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ કરી ઉભા કરાયેલા દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણની કામગીરી સમયે સ્થાનિકો સાથે ઘર્ષણ પણ સર્જાયો હતો.