CAAના સમર્થનમાં શહેર ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો અપાવામાં આવ્યા હતા. જેમાં શહેરના નાગરિકો દ્વારા CAAના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
શહેરના અલકાપુરી ,વડીવાડી, ઈલોરાપાર્ક ,ગોત્રી રોડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, રેસકોર્ષ, વાસણા રોડ, માંજલપુર, કારેલીબાગ, રાવપુરા દાંડિયા બજાર, નવાપુરા, મકરપુરા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને CAAનો કાયદો લાવવા બદલ અભિનંદન પાઠવતા પોસ્ટ કાર્ડ લખાયા હતા.
બધા પોસ્ટકાર્ડ શહેર ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ શુક્રવારના રોજ કોઠી કચેરી વિસ્તારમાં આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ભાજપના કાર્યકરોએ એકત્ર થઈ CAAના સમર્થનમાં રેલી સ્વરૂપે રાવપુરા જીપીઓ ખાતે પહોંચ્યા હતા.જ્યાં નાગરિકોએ CAAના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા લખેલા 40,150 પોસ્ટકાર્ડને પોસ્ટ કરવામાં આવ્યા હતા.