ETV Bharat / state

સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં - Jyotish

વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના છ સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને ત્રણ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે સોની પરિવારના મોભી નરેન્દ્ર સોની સામે હત્યાનો ગુનો દાખલ થયો છે ત્યારે સોની પરિવારને અંધશ્રદ્ધામાં રૂપિયા લૂંટનાર જ્યોતિષ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમા પોલીસે 9 જ્યોતિષ સુધી શોધખોળ શરૂ કરી છૅ...

સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં

author img

By

Published : Mar 6, 2021, 10:12 AM IST

  • સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવાર આત્મહત્યા કેસ
  • સોની પરિવારના ત્રણ સભ્યોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે
  • જ્યોતિષોએ સોની પરિવારની સ્થિતિનો લાભ લઈ પૈસા પડાવ્યા હતા

વડોદરાઃ લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ઘરમાં દોષ વાસ્તુ દોષ અલગ અલગ દોષોના નામે ધૂતારાઓ લોકોને છેતરે છે અને ધૂતારાઓ પૈસા લૂંટીને સામે વાળાને બરબાદ કરી નાખે છે ત્યારે ધૂતારા સામે લૂંટાયા બાદ આખરે મરવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે. શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં નરેન્દ્ર સોનીએ દોષના નામે ધૂતારાઓને રૂપિયા આપીને ત્યારબાદ પરિવારને આત્મહત્યાનો વારો આવ્યો હતો. તેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, જેમાં નરેન્દ્ર સોની, રિયા સોની, અને પાર્થ સોનીનું મૃત્યુ થયું હતું. જ્યારે ભાવિન સોની, ઊર્મિ સોની અને દીપ્તિ સોની અત્યારે હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં 3 લોકોની હાલત અત્યંત ગંભીર

જ્યોતિષોની પાછળ સોની પરિવારે રૂ. 32 લાખનો કર્યો હતો ધુમાડો

સમા પોલીસે ભાવિન સોનીનું નિવેદન લીધું હતું, જેમાં તેના પિતા નરેન્દ્ર સોનીએ 32 લાખ રૂપિયા જ્યોતિષીઓની પાછળ ખર્ચ્યા છે. તેના કારણે જ અમને આત્મહત્યાનો વારો આવ્યો હતો, જેને લઈને સમા પોલીસે નવ જેટલા વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના જ્યોતિષો સામે ગુનો દાખલ કર્યો છે અને સમા પોલીસે હાલ જ્યોતિષીઓને શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સામૂહિક આત્મહત્યા કેસ: 9 જેટલા જ્યોતિષીઓએ 32 લાખ રૂપિયા ખંખેર્યા

ઘરના મોભી નરેન્દ્ર સોની સામે હત્યાનો ગુનો દાખલ

સમાની સ્વાતિ સોસાયટીમાં નરેન્દ્ર મોદીએ પરિવારના છ સભ્યો સાથે આત્મહત્યા કરી હતી. જ્યારે આત્મહત્યા કરવાના હતા. તેના આગલા દિવસે મંગળવારે રાત્રે જ ઘરના સભ્યોએ આર્થિક ભીંસમાં આવી જતા છેલ્લે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું, જેમાં નરેન્દ્ર સોની ખંડેરાવ માર્કેટથી ઝેરી દવા લઈ આવ્યા હતા અને ભાવિન સોની ઘરની બાજુની દુકાનમાંથી કોલડ્રિન્કસ લઈ આવ્યા હતા ત્યારબાદ નરેન્દ્ર સોનીએ તેમની પુત્રી રિયા સોની પાસે ચાર પાનાની સ્યુસાઈડ નોટ પણ લખાવી હતી ત્યારબાદ ઘરના સભ્યોએ કોલ્ડ્રિંક્સ પી લીધું હતું. જ્યારે નરેન્દ્રનો પૌત્ર પાર્થ ત્રણ વર્ષનો હોવાથી નરેન્દ્ર સોની પૌત્ર અને પોતાના હાથથી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું અને તેને વ્હાલ કરતાં તેની સાથે સૂઈ ગયા હતા. ભાવિન સોનીના નિવેદનના આધારે સમા પોલીસે ઘરના મોભી એવા નરેન્દ્ર સોની સામે 302 હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.