ETV Bharat / state

Ganeshotsav 2023: વડોદરામાં ગણેશોત્સવને લઇ પોલીસના જાહેરનામા અંગે ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં નારાજગી - ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં નારાજગી

વડોદરામાં ગણેશોત્સવને લઇ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 9 ફૂટથી વધુ મૂર્તિ નહીં રાખી શકાય. જેથી 8 મહિના પહેલાથી મળેલ ઓર્ડરને લઈને મૂર્તિકાર અને ગણેશમંડળ મૂંઝવમમાં છે. હાલમાં મૂર્તિઓ 12 ફૂટથી લઈ 18 ફૂટ સુધી બની ગઈ છે, તો આમાં જાહેરનામાના અમલને લઈને વિવાદ સર્જાયો છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 2, 2023, 12:45 PM IST

પોલીસના જાહેરનામા અંગે ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં નારાજગી

વડોદરા: આવનાર ગણેશોત્સવને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા ગણેશજીની પ્રતિમા અને વિસર્જન સાથે અન્ય કેટલીક બાબતોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું બહાર પડતાં જ ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જાહેરનામામાં ગણેશજીની માટીની 9 ફૂટની મૂર્તિ અને પીઓપીની 5 ફૂટ સુધીની મૂર્તિ રાખી શકશે તેવા જાહેરનામાને લઈ વિવાદ સર્જાયો છે.

વડોદરામાં ગણેશોત્સવને લઇ પોલીસનું જાહેરનામું

1 વર્ષ પહેલાથી મૂર્તિના ઓર્ડર: હાલમાં ગણેશજીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારોનું કહેવું છે કે જાહેરનામાનો વિરોધ નથી, પરંતુ તે અગાઉથી નક્કી કરેલ હોવું જોઈએ. કારણકે ગણેશજીની મૂર્તિ બનાવવાના ઓર્ડર 6થી 8 મહિના અગાઉ મળી જતા હોય છે. કેટલાક ગામડામાંથી આવતા આયોજકો તો 1 વર્ષ પહેલાથી ઓર્ડર આપતા હોવાથી આવા જાહેરનામાનો કોઈ મતલબ રહેતો નથી. અગાઉથી નક્કી કર્યા બાદ તેનો અમલ કરાવે તો યોગ્ય છે. હાલમાં મૂર્તિઓ 12 ફૂટથી લઈ 18 ફૂટ સુધી બની ગઈ છે, હવે આ જાહેરનામાનો કઈ રીતે અમલ કરવો.

1 વર્ષ પહેલાથી મૂર્તિના ઓર્ડર
1 વર્ષ પહેલાથી મૂર્તિના ઓર્ડર

પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામને લઈ અમને કોઈ વાંધો નથી. પરંતુ અમારા ઓર્ડર 6થી 8 મહિના પહેલા બુકીંગ હોય છે. જેથી જાહેરનામું અગાઉથી જ નક્કી કરી જણાવે તો કોઈ પ્રોબ્લેમ ન થાય. પછી જાહેરનામા બાદ મોટી મૂર્તિઓને પરમિશન આપવામાં આવે છે. દરેક જગ્યાએ એક સરખી જ મૂર્તિ હોવી જોઈએ. હાલમાં 18 ફૂટની સૌથી મોટી મૂર્તિ છે. 10 ફૂટથી વધુ બધી જ મૂર્તિઓ છે. જાહેરનામને લઈ હમણાં મોટી મૂર્તિ બનાવવાનું બંધ કર્યું છે. આ સમસ્યાનો હલ આવશે પછી બનાવીશું. - રમેશ અજમેરી, મૂર્તિકાર

ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં નારાજગી

દર વર્ષે જાહેરનામું હોય જ છે અને આ અંતે તો તેનો સુખદ અંત આવે છે. વર્ષોથી ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાતો આ તહેરવાર છે અને આ વર્ષે પણ ઉજવાશે. આજ દિન સુધી જાહેરનામને લઈ કોઈ ગણેશજીની પ્રતિમા બનાવનારને કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી. આ બાબતે કોઈ પણ સૂચનો ન કરવા જોઈએ તેવું માનવું છે, કારણ કે વર્ષમ એકવાર ગણેશજીનો ઉત્સવ આવતો હોય છે. ભગવાન માટે કોઈ કાયદો હોવો જ ન જોઈએ. જ્યાં ગણપતિ મંડળની વાત કરવામાં આવે તો ગણેશ મંડળો અગાઉ 20 થી વધુ ફૂટની પ્રતિમાઓ બનાવતા હતા. આ લોકોને સમજાવવાથી તેઓ પણ હવે 12 થી 14 ફૂટની પ્રતિમાઓ બનાવે છે. - હિતેશ જોષી, ગણેશ મંડળ અગ્રણી

જાહેરનામા અનુસાર 9 ફૂટથી વધુ મૂર્તિ નહીં રાખી શકાય

આજે આખા વડોદરામાં વધુમાં વધુ 12,14 ફૂટની જોવા મળી રહી છે. હાલમાં માટીમાંથી 9 ફૂટ સુધીની પ્રતિમાની છૂટ આપવામાં આવી છે. પરંતુ માટીની મૂર્તિ માત્ર એકથી દોઢ ફૂટની જ બની શકે અને જો મોટી હોય તો તેમાં ક્રેક આવે છે જે ટકી શકતી નથી. હાલમાં પીઓપીની મૂર્તિ જ મોટી બને છે. હાલમાં પણ લાલબાગના રાજાની મૂર્તિ પણ પીઓપીની જ હોય છે. અને મોટા ભાગની મૂર્તિઓ પીઓપીમાંથી જ બને છે. વિસર્જન માટે તો કૃત્રિમ તળાવ કે કુંડ બનાવવામાં જ આવે છે. વર્ષમાં વિસર્જન માટે સુવિધા ન આપી શકો તો કામના શુ હોય છે. અન્ય તહેવારોમાં સવારી અને કાર્યક્રમ થાય છે. પરંતુ કોઈ જાહેરનામું હોતું નથી. આ બાબતે કોઈ જાહેરનામું ન હોવું જોઈએ તેવું માનવું છે. - હિતેશ જોષી, ગણેશ મંડળ અગ્રણી

  1. Balkrushna Shukla: જાહેરનામાંને લઈ MLA આકરા પાણીએ,પોલીસની ગાઇડલાઈન રદ્દ કરવા સંઘવીને સણસણતો પત્ર
  2. 1943થી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના સાથે અહીં ઉજવાય છે ગણેશોત્સવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.