વડોદરા : દેશભરમાં નશાનું જોર વધતું જઈ રહ્યું છે, ખાસ કરીને યુવાનો નશાના આદિ બની રહ્યા છે. ગુટખા, સિગારેટ ઉપરાંત લોકો હવે ડ્રગ્સ તરફ પણ વળી રહ્યા છે. ઘણીવાર પોલીસ દ્વારા છાપા મારી કરીને નશાના કારોબારનો પર્દાફાશ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે આ બધા વચ્ચે વડોદરા શહેર તો જાણે ઉડતા પંજાબની જેમ નશાનું હબ બની રહ્યું છે.
હાથમાં નશીલા ઇન્જેક્શનનો ડોઝ તાજેતરમાં જ વડોદરા જિલ્લાના અનેક સ્થળોએથી ડ્રગ્સ મળી આવ્યું છે. એવામાં નિઝામપુરા વિસ્તારમાં એક યુવક ઇન્જેક્શનનો નશો કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે હાથમાં નશીલા ઇન્જેક્શનનો ડોઝ લેતો જોવા મળે છે. આજના સમયનો સૌથી ચર્ચાસ્પદ માદક પદાર્થ બ્રાઉનસુગર હેરોઇનનું બજારુ સંમિશ્રણ છે. તેમાં વિવિધ તત્વોની ભેળસેળ કરવામાં આવે છે અને તેનું સેવન ધૂમ્રપાન સ્વરૂપે અથવા ઍલ્યુમિનિયમ ફોઇલ પર નીચેથી ગરમ કરીને સીધી વરાળ સ્વરૂપે ચેઈઝ કરીને કરવામાં આવે છે.
આ પણ વાંચો Vadodara Drugs : સિંઘરોટ ડ્રગ્સ ફેક્ટરી મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી તપાસનો કર્યો ધમધમાટ
વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય ઘણાં વ્યસનીઓ તેને ચૂનામાં ઓગાળીને નસવાટે ઇન્જેક્શન સ્વરૂપે પણ લે છે. ઉધરસની દવામાં કોડેઇન આવતું હોઈ નશાખોરો મોટી માત્રામાં સિરપનું પણ સેવન કરતા જોવામાં આવ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો તાજેતરમાં દરોડામાં ATSએ વિપુલ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાંથી ઉપયોગ કરેલ નશીલા ઇન્જેક્શનો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત સમા વિસ્તારમાં ડ્રગ્સના વધુ પડતા સેવનથી એક યુવકનું મૃત્યુ નીપજવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો, ત્યારે હવે ફરી વખત આ વિસ્તારમાં જ યુવક હાથમાં નશીલા ઇન્જેક્શનનો ડોઝ લેતો હોવાનો વિડીયો વાયરલ થતા ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોની ETV Bharat પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો Junagadh Drug Case: વધુ એક વખત ડ્રગ માફિયાની ધરપકડ, સપ્લાયર અંગે સસ્પેન્સ
પોલીસ એક્શનમાં આવી આ મામલે H ડિવિઝનના ACPએ જણાવ્યું હતું કે, આ જે વિડીયો વાઇરલ થયો છે, તેની જાણકારી અમને મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી યુવકના ઘરે સમા પોલીસ અને SOG પોલીસની ટીમ પહોંચી હતી. પણ યુવક ઘરે મળી આવ્યો ન હતો જે અંગે પૂછપરછ કરતા આ યુવક છેલ્લા ચાર પાંચ દિવસથી ઘરે ન આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. હાલ તપાસ ચાલી રહી છે અને જરૂર પડે તો વિડીયોમાં દેખાતા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.