ETV Bharat / state

ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં : છોતરાની આડમાં થતી મદિરાની હેરાફેરી ઝડપાઈ

વડોદરાના જરોદ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો (liquor seized in Vadodara) જથ્થો મળી આવતા ચકચાર મચી છે. પોલીસે અંદાજે 36 લાખનો (Liquor smuggling in Vadodara) મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Vadodara Crime News)

ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં : છોતરાની આડમાં થતી મદિરાની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં : છોતરાની આડમાં થતી મદિરાની હેરાફેરી ઝડપાઈ
author img

By

Published : Nov 12, 2022, 10:04 AM IST

વડોદરા : વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ (liquor seized in Vadodara) રહે તેમજ દારૂની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા માટે પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તેવામાં ગઈકાલે LCBની ટીમને જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. (Liquor smuggling in Vadodara)

ગુજરાતમાં ચૂંટણી ટાણે વડોદરામાં 25 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

ભુસાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ મળતી માહિતી અનુસાર LCBના જવાનો જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રક જેનો નંબર GJ08-AU-2847માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી ટ્રક ગોધરા તરફથી વડોદરા તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેનાં આધારે પોલીસનાં જવાનો તપાસમાં હતાં, ત્યારે આંબલીયારા બસ સ્ટેન્ડ પાસે બાતમી મુજબની ટ્રક આવી પહોંચી હતી. જેને કોડન કરી તેમાં બેઠેલ ડ્રાઇવરની પૂછતાછ કરતા તેને પોતાનું નામ પ્રકાશ લાધુરામ બીશ્નોઈ (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. (Vadodara Crime News)

ટ્રકમાં જથ્થો મળી આવ્યો પોલીસના જવાનોએ ટ્રકના ડ્રાઇવરને સાથે રાખી ટ્રકના પાછળના ભાગે ભરેલા ચણાના છોતરાના થેલા હટાવી તપાસ હાથ ધરતા તેની નીચેથી પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવેલો બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પેટીઓ (નંગ 428) અને કુલ બોટલ (નંગ 5136) મળી આવી હતી. (Liquor case in Vadodara)

36 લાખનો મુદ્દામાલ કબ્જે આ તપાસમાં મળી આવેલ ભારતીય બનાવવા માટેના વિદેશી દારૂ તેની કિંમત 25,68,000, મોબાઈલ નંગ એક જેની કિંમત 5000, ટ્રક નંગ 1 જેની કિંમત 10,00,000, તાડપત્રી નંગ 1 જેની કિંમત 1000, મિક્સ કેટલ ફીડબેકની બેગો જેની કિંમત 36,000 આમ કુલ મળી રૂપિયા 36,05,500નો મુદ્દામાલ પોલીસના જવાનોએ કબજે લીધો હતો. (Vadodara Jarod Police)

ડ્રાઇવરની વધુ તપાસ હાથ ધરાઈ ડ્રાઇવરને વધુ પૂછતાછ કરતા તેને જાણવા મળ્યું કે, કાલુ શેઠે (રહે. હરિયાણા) આ વિદેશી દારૂનો જથ્થો હિસ્સાર ખાતેથી આપેલો અને આ જથ્થો ગુજરાતના જામનગર ખાતે પહોંચી કાળુ શેઠને ફોન કરવાનું જણાવેલ અને ત્યારબાદ આ જથ્થો કોણે આપવો તેનું લોકેશન પાછળથી આપવાનું તેઓએ જણાવ્યું હતું. જેથી આ શખ્સની ધરપકડ કરી જરૂર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સની તપાસ હાથ ધરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ જથ્થો ઝડપાતાં ચૂંટણી પૂર્વે જ ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. (Indian Liquor in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.