ETV Bharat / state

કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું

વડોદરામાં ધોરણ 9માં ભણતો કિશોર ગુમ થયા (boy missing living in Warasia area) બાદ તેનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરિવારમાં બહેને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. બહેને કહ્યું કે, ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી મારા ભાઈની શોધખોળ ન કરી. (Dead body Sama Canal in Vadodara)

કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મૃતદેહ મળ્યો

author img

By

Published : Dec 12, 2022, 10:08 PM IST

વડોદરા : વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતો અક્ષય નામનો કિશોર ગુમ બાદ તેનો મૃતદેહ (boy body found in Vadodara) મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા ઢીલી કામગીરીને કારણે આટલા દિવસ બાદ મૃતદેહ મળ્યો છે. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે તપાસ બાબતે કોઈ પણ ઢીલાશ વર્તાશે તો કાયદેસરની કાર્યવાહી કરશે. ખોટા સ્ટેટમેન્ટના આધારે તમામે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી છે. (boy missing in Vadodara)

કિશોર 28 નવેમ્બરના રોજ ગુમ થયા બાદ પણ પોલીસે શોધખોળ ન કરી મૃત દેહ મળી આવ્યો

શું છે સમગ્ર મામલો શહેરના કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બળવંત ઠાકોરની પોલીસ ફરિયાદ ગત 6 ડિસેમ્બરે નોંધાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમના 14 વર્ષિય પુત્ર અક્ષયે ગત 28 નવેમ્બરના રોજ ફોન પર કહ્યું હતું કે, તે બપોર સુધીમાં ઘરે આવી જશે. જોકે, રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. તો અક્ષયના મિત્ર અજયે જણાવ્યું હતું કે, અક્ષય તેનો ફોન આપીને ગયો છે અને કેટરિંગનો ઓર્ડર હોવાથી જઈ રહ્યો છે. તેમ કહી એક વ્યક્તિની બાઇક પાછળ બેસીને જતો રહ્યો હતો. અક્ષય અગાઉ પણ કેટરિંગના આર્ડરમાં જતો હોવાથી બે-ત્રણ દિવસે ઘરે આવતો હતો. જેથી તે પરત આવી જશે તેમ પરિવારને લાગ્યું હતું પરંતુ, નવ દિવસથી તે પરત ન આવતા આખરે તે ગુમ થયો હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. (boy missing living in Warsiya area)

પરીવારે શું કહ્યું મૃતકની બહેન આક્ષેપ કરતા કહ્યું કે, મારો ભાઈ 28 નવેમ્બરથી ગુમ હતો અને 6 ડિસેમ્બરે ફરિયાદ લીધી હવે ચૂંટણી પૂર્ણ થઈ, ત્યારે ગત રાત્રે પોલીસે તપાસ કરી અને સમા કેનાલ પાસેથી તેના કપડાં મળી આવ્યા. તપાસ કરતા તેનો મૃતદેહ અંકોડિયા પાસે કેનાલમાંથી મળી આવ્યો હતો. મારા ભાઇની સાથે રહેલા છોકરાઓ કહે છે કે તેઓ સમા કેનાલમાં ન્હાવા ગયા હતા અને ત્યાં અક્ષય ડૂબી ગયો હતો, પરંતુ આ મામલે પોલીસે આટલા દિવસ તપાસ ન કરતા મારા ભાઈનો મૃતદેહ આટલા બધા દિવસ બાદ મળ્યો છે. (Vadodara Crime News)

પોલીસનું શું કહેવું છે આ અંગે ACP જે.આઈ. વસાવાએ જણાવ્યું હતું કે, છ છોકરાઓ પૈકી એક છોકરો અગાઉ આ જગ્યા જાણતો હતો. તે અવાર નવાર અહીં નજીક કામ કરતો હોય ન્હાવા માટે પ્લાનિંગ કારેલ હોય અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ શંકા લાગતી નથી હાલમાં તાપસ ચાલી રહી છે. આ બાબતે કોઈ પણ ઢીલાશ વર્તાશે તો કાયદેસરની કાર્યવાહી કરશે. ખોટા સ્ટેટમેન્ટના આધારે તમામે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી છે. જેથી યોગ્ય દિશામાં તાપસ માટે વિલંબ થયો અને 6 ડિસેમ્બરે ફરિયાદ નોંધાઈ છે. (Vadodara Police)

પોલીસે તપાસમાં વિલંબ થયો તપાસ ચાલી ક વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઇન્ચાર્જ PI તાપસ કરી રહ્યા છે અને 28 નવેમ્બરે ન્હાવા ગયા અને પરત ફર્યો ન હોઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. 30 તારીખે બોડી મળ્યા હોવાની માહિતી મળતા જ કામગીરી હાથ ધરાઈ હતી અને તાપસ ચાલી રહી છે. છોકરાઓ સગીર હોય અને યોગ્ય માહિતી ન આપવાના કારણે તેઓએ પોલીસને જણાવેલ કે કેટરીના અર્થે ગયો છે. પાછો આવી જશે તેવી વાત કરતા પોલીસે તપાસમાં વિલંબ થયો અને હાલમાં આ અંગે યોગ્ય તાપસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.