વડોદરા ગત 4 સપ્ટેમ્બરના રોજ જાંબુવાથી તરસાલી ચોકડી સુધીના હાઈવે રોડની બાજુમાં દિલીપ કુસ્વાહની હત્યા કરેલી હાલતમાં (murder case in Jambuwa Tarsavi Road) મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મકરપુરા પોલીસમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ બનાવથી વ્યથિત થયેલા દિલીપકુમારના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોલીસની કાર્યવાહી પર શંકા જાહેર કરી હતી. જેને પગલે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરીને ગણતરીને દિવસોમાં મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. (Dead body on Jambuwa Tarsavi Road)
શું હતો મામલો ACP એચ.એ. રાઠોડે જણાવ્યું હતું કે, ગત 4 સપ્ટેમ્બરના રોજ દિલીપકુમાર કુશવાહાને જાનથી મારી નાખી મૃતદેહ તરસાલી હાઈવે પર કચરાના ઢગલાની સામે આવેલા જાંબુવાથી તરસાલી તરફ જવાના રોડ પર નાખેલી હાલમાં મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ હત્યા કરીને મૃતદેહ ત્યાં નાખી દીધો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ મામલે મૃતક દિલીપની પત્નિએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે પોતાના પતિના થયેલી હત્યાના બનાવમાં પાડોશી સુરેશ જાધવ તેમજ તેઓની દિકરી પર શંકા વ્યક્ત કરી હતી. મૃત્યુ પામનાર દિલીપ કુશવાહા નાની ઉંમરના હતા. તેથી સ્વાભાવિક પણે આ બનાવથી વ્યથિત થયેલાના તેમના સગા સબંધીઓ અને પરિવાર દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ લેવાનો પણ ઇનકાર કર્યો હતો.
આરોપીને પકડવા તનતોડ મહેનત તેઓએ પોલીસની કાર્યવાહી પર પણ શંકા જાહેર કરી હતી. જે બાદ આ ગંભીર ગુનાના આરોપીને શોધી કાઢવા માટે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદી-જુદી ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTV ફૂટેજ, ટેકનીકલ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. જેમાં રવિકાંત યોગેન્દ્ર પ્રસાદ નામના શખ્સની સંડોવણી હોવાનું જણાયું હતું. છેલ્લા 48 કલાકથી અમારી ટીમ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે સતત કામ કરી રહી હતી અને અંતે અમને સફળતા મળી છે.
ગુનો કબુલ્યો આ આરોપી વિશે ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ કરતા તે દિલીપના સબંધીઓ સાથે જ સિવિલ હોસ્પિટલમાં હાજર મળી આવ્યો હતો. જ્યાંથી આરોપી રવિંકાતને હસ્તગત કરવામાં આવ્યો. મહત્વનું છે કે આરોપી રવિકાંત બનાવ બાદ દિલીપના પરીવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સતત હાજર રહી પોલીસ શું કાર્યવાહી કરે છે તેની વોચ રાખતો હતો. રવિકાંતની અટકાયત કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ગુના સંબંધે સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીએ શરૂઆતમાં ગુનાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સતત પુછપરછ કરાતા રવિકાંતે પોતાનો ગુનો કબુલ્યો છે. જે બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો છે.
કેવી રીતે કરાઈ હત્યા આરોપી રવિકાંતની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, મૃતક દિલીપ અને આરોપી રવિકાંતનો એક જ વ્યવસાય હતો. એક જ કંપની માંથી બન્નેને જોબવર્ક મળતું હતું. આ જોબવર્ક છેલ્લા કેટલાંક દિવસોમાં દિલીપને વધારે મળતું હતું અને રવિકાંતને ઓછું મળી રહ્યું હતું. જેથી ધંધાકીય અદાવતમાં આરોપી રવિકાંતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવના દિવસે રવિકાંતે દિલીપને ફોન કરીને જરૂરી કામ હોવાથી રૂબરૂ મળવા સવારના નવ વાગ્યે આસપાસ પોતાની પ્રિયંકા એન્જિનીયરીંગ વર્કશોપ નામની ફેક્ટરી ખાતે બોલાવ્યો હતો. જ્યાં આરોપીનો મિત્ર અડવાણી કુમાર પાસવાન (રહે.બિહાર) અગાઉથી જ હાજર હતો. દિલીપ જ્યારે ફેક્ટરી ખાતે પહોંચ્યા ત્યારે રવિકાંતે તેની સાથે ઝઘડો કર્યો હતો. અને તે બાદ દિલીપને માથામાં ઈજા કરી અને ગળુ દબાવી હત્યા કરી હતી.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ હત્યા કર્યા બાદ બન્ને આરોપીઓએ દિલીપના મૃતદેહને તેની જ મોટરસાયકલ પર જાંબુવા-તરસાલી હાઈવે પર લઈ ગયા હતા. જ્યાં રાત્રીના સમયે મૃતદેહને ફેંકી દીધી હતી. અને દિલીપની મોટરસાયકલ તરસાલી સુશેન રોડ પર તેમજ મોબાઈલ ફોન હાઈવે સાઈડ ફેંકી દીધી હોવાનું આરોપી રવિકાંતે જણાવ્યું હતું. ઝડપાયેલા આરોપી રવિકાંત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ 2007માં પાંચ જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓ ઉપરાંત વાહન ચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખ્યા હોવાના ગુના તેની સામે નોંધાઈ ચૂક્યા છે. આ ગુનામાં તેનો સાથ આપનાર આરોપી અડવાણી કુમાર પાસવાનની પોલીસ શોધખોળ હાથ ધરી છે.
આરોપીએ પોલીસથી બચવા કાવતરા મૃતક દિલીપ પોતાના મૃત્યુ પહેલા આરોપીની વર્કશોપમાં ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી રવિકાંતના ફોનની તપાસ કરતા તે યુ-ટ્યુબ પર પોલીસને કઈ રીતે ગુમરાહ (Murder case in Vadodara) કરી શકાય અને પોલીસથી બચવાના ઉપાયો સર્ચ કરતો હોવાનું સર્ચ હિસ્ટ્રી ઉપરથી જાણવા મળ્યુ છે. Vadodara Crime Branch Murder Case, Vadodara murder case news