વડોદરાઃ શહેરમાં લોકડાઉનમાં પ્રતિબંધિત હોવાથી પાન-મસાલા, ગુટખાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં A-104, સુવર્ણ કોમ્પ્લેક્ષમાં રહેતા રાકેશ ઘનશ્યામભાઇ પટેલ પોતાની ઓમ સાંઇ નામની દુકાનમાં પાન, મસાલા, ગુટખા તેમજ વિવિધ પ્રકારની સિગારેટ વેચતા હતા.
આ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસે દુકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત પાન, મસાલા, સિગારેટ, ગુટખા સહિતનો રૂપિયા 19,980નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે વેપારીની ધરપકડ કરી તેઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.