ETV Bharat / state

વિધાર્થીને થપ્પડ મારતા નાકમાંથી લોહી નીકળ્યું, બરતરફ કરવાની ફરિયાદ - વડોદરા ક્રાઈમ સમાચાર

થોડા દિવસ પહેલાં વડોદરામાં વિદ્યાલયના (Vadodara Nutan Vidyalaya case) શિક્ષકે એક વિદ્યાર્થીને માર મારતા નાકમાંથી લોહી વહેતું થયું હતું. જે મામલે ઘટના સામે આવી હતી. જે મામલે શિક્ષકે DEO સમક્ષ કબૂલી લેતા શિક્ષાત્મક ભરવામાં આવ્યા હતા. જોકે, હવે આ મામલે પોલીસ મથકમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. (Teacher beats student in Vadodara)

વિધાર્થીને થપ્પડ મારતા નાકમાંથી લોહી વહેતું થયું, શિક્ષકને બરતરફ કરવાની પોલીસ ફરિયાદ

author img

By

Published : Jan 3, 2023, 7:07 PM IST

શહેરની ન્યુ સમા નૂતન વિદ્યાલયમાં વિધાર્થીને માર મારવાનો મામલો

વડોદરા : શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં એક વિદ્યાર્થીને ગાલ પર લાફો મારતા તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જે અંગે વાલી દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષકે થપ્પડ માર્યાનું DEO સમક્ષ કબૂલી લેતા તેમના સામે શિક્ષાત્મક કાર્યવાહીના પગલાં ભરવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર મામલો સમા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. (Teacher beats student in Vadodara)

સમગ્ર મામલો શું હતો વડોદરાના હરણી વિસ્તાર રહેતો વિદ્યાર્થી સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. અગાઉ તે સ્કૂલમાં ગયો હતો. બપોરે રીસેસ દરમિયાન તેની બોટલમાંથી ક્લાસરૂમમાં પાણી ઢોળાતા તે સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન બાજુના ક્લાસમાંથી શિક્ષક અનિલ પ્રજાપતિ આવ્યા હતા અને તેમણે વિદ્યાર્થીને થપ્પડ મારી દીધી હતી. આખરે મામલો ગરમાયો હતો. (Vadodara Nutan Vidyalaya case)

નાકમાંથી લોહો નીકળવા લાગ્યું હતું ઘટના અંગે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારા પુત્રને છેલ્લા છ મહિનાથી ક્લાસમાં બેંચ પર નહીં, પરંતુ નીચે બેસાડવામાં આવતો હતો. છતાં અમે આ અંગે કોઇ ફરિયાદ કરતા ન હતા. પરંતુ મારા પુત્રને શિક્ષક અનિલ પ્રજાપતિએ નજીવી બાબતે પાંચથી સાત લાફા ઝીંકી દીધા હતા. જેથી તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. છતાં તેને સ્કૂલમાં સાંજ સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો અને શાળા દ્વારા કોઇ પગલા લેવાયા ન હતા. (Nutan Vidyalaya in Vadodara New Sama area)

આ પણ વાંચો શિક્ષક અને પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

ગાલ પર સોજો વધુમાં જણાવ્યું હતું કે, સાંજે મારા દિકરો ઘરે આવ્યો ત્યારે ફરી તેના નાક અને કાનમાંથી લોહી નીકળતા અમે પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેના સિટી સ્કેન અને એક્સ રે કરી દવા આપવામાં આવી હતી. હાલ પણ તેના ગાલ પર સોજો છે. આ શિક્ષક અગાઉ પણ અન્ય વિદ્યાર્થીને માર મારી ચુક્યા છે. મારો પુત્ર એટલો ડરી ગયો છે કે બે દિવસથી શાળાએ નથી જઇ શકતો. અમે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે. અમારી માંગ છે કે શિક્ષક સામે પગલાં ભરાવા જોઇએ. (Vadodara Crime News)

શિક્ષક સામે કાર્યવાહી વિદ્યાર્થીને લાફો મારવા અંગે શિક્ષક અનિલ પ્રજાપતિને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. શિક્ષક અનિલ પ્રજાપતિએ પણ કબૂલાત કરી છે કે આવેશમાં આવી તેમણે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી. આ અંગે DEO દ્વારા શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ફરિયાદ આવી હતી. વાલી અને શિક્ષક વચ્ચે વાતચીત થયા બાદ શિક્ષકે માફી માગી લેતા સમાધાન થયું હતું.

આ પણ વાંચો પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો

DEO દ્વારા પગલાં છતાં ફરિયાદ આ મામલે DEO કચેરીના અધિકારીઓએ પણ સ્કૂલમાં વિદ્યાર્થીને ઇજા થઇ હોવાની ફરિયાદ મળી હતી. સ્કૂલમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી હતી. સ્કૂલને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને શિક્ષક સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષકનો 1 વર્ષનો ઇજાફો રોકી દેવામાં આવ્યો હતો, પરંતુ પરિવારની માંગણી હતી કે શિક્ષક સામે ફરિયાદ દાખલ થાય અને શિક્ષક બરતરફ થાય તેવી માંગ ના આધારે આખરે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.