ETV Bharat / state

રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવાની વડોદરા પોલીસ કમિશ્નરની અપીલ - lockdown news

વડોદરા શહેરમાં રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે. સાથે જ રમઝાનમાં પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને ઘરમાં જ રોઝા ખોલે તેવી અપીલ કરી હતી.

રમઝાન
રમઝાન
author img

By

Published : Apr 23, 2020, 4:34 PM IST

વડોદરાઃ વડોદરા શહેરમાં રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે. સાથે જ રમઝાનમાં પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને ઘરમાં જ રોઝા ખોલે તેવી અપીલ કરી હતી.

રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવાની વડોદરા પોલીસ કમિશ્નરની અપીલ
વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને ચેપ વધી રહ્યો હોવાથી લોકોએ ભેગા થઇને કોઇ જગ્યાએ ઉજવણીનો પ્રયાસ કરવો નહીં. રમઝાન મહિનામાં લોકો પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને ઘરમાં જ રોઝા ખોલે તેવી મારી લોકોને અપીલ છે. પોલીસ અધિકારીઓએ મૌલવીએ સાથે આ બાબતે ચર્ચા કરી છે, તમામ મસ્જિદોમાંથી અપીલ કરવામાં આવી રહી છે. તમારી જિંદગી અને પરિવાર સલામત રહે તે માટે ઘરની બહાર ન નીકળશો.

CCTV અને ડ્રોનની મદદથી નજર રખાશે

અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, રમઝાનના માસ દરમિયાન શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાત્રી દરમિયાન એક હજાર પોલીસ જવાનો નજર રાખશે. આ ઉપરાંત CCTV અને ડ્રોનની મદદથી નજર રખાશે. પોલીસને કાયદાકીય પગલા લેવા પડે તેવુ કોઇ કામ ન કરશો. બધાએ સાથે મળીને કોરોના વાઈરસની મહામારી સામે લડવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.