ETV Bharat / state

Vadodara News: MLA યોગેશ પટેલે કહ્યું ફ્રુટ-શાકભાજી, દૂધ ,ઘી તો ઠીક ઝેર પણ ડુપ્લીકેટ મળે છે - Vadodara News

પાલિકામાં મળેલી સંકલન બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ આકરા પાણીએ જોવા મળ્યા હતા. ફ્રુટ અને શાકભાજી, દૂધ ,ઘી સહિતની ખાદ્ધ વસ્તુમાં ભેળસેળ થાય છે. અહીં ઝેર પણ ડુપ્લીકેટ મળે છે. પાલિકા આ બાબતે ધ્યાન આપી જવાબદાર સામે કાર્યવાહી કરે તેવું નિવેદન ધારાસભ્ય યોગેશ પટેલ આપ્યું હતું.

MLA યોગેશ પટેલે કહ્યું ફ્રુટ-શાકભાજી, દૂધ ,ઘી તો ઠીક ઝેર પણ પણ ડુપ્લીકેટ મળે છે

author img

By

Published : Apr 25, 2023, 1:35 PM IST

Updated : Apr 25, 2023, 5:02 PM IST

MLA યોગેશ પટેલે કહ્યું ફ્રુટ-શાકભાજી, દૂધ ,ઘી તો ઠીક ઝેર પણ પણ ડુપ્લીકેટ મળે છે

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા મહાનગર ના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ધારાસભ્ય સહિત સાંસદની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નો અને નવા આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હંમેશા નવા અંદાજમાં પોતાની ધારદાર રજૂઆત કરતા શહેરના માંજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના અંદાજમાં પાલિકાના અધિકારીઓ અને જવાબદારોને શહેરમાં મળતી શાકભાજી, ફળો અને અન્ય ખાદ્ય સામગ્રીમાં મોટાપાયે મિલાવટ થતી હોવાની વાત રાજુ કરી હતી અને આ બાબતે પાલિકા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને પાલિકા આ બાબતે ધ્યાન ન આપતું હોવાના આક્ષેપો કર્યા હતા સાથે રમુજી અંદાજમાં કહ્યું કે અહીં તો ઝેર પણ ડુપ્લીકેટ મળે છે.

આ પણ વાંચો Vadodara Crime : ચોરીનો બનાવ અટકાવવા વિધર્મીએ સિક્યુરિટીને હથિયારના ઘા ઝીંકી કરી હત્યા

ફૂટપાથ ગાંધીનગર જેવા થવા જોઈએ: શહેરમાં આવેલા ફૂટપાથ અંગે પણ રજૂઆત કરી હતી અને કહ્યું કે ફુથપાથ બનાવવાની સાઈઝ નક્કી કરાઈ નથી. વડોદરા શહેરના સોમા તળાવ થી કપુરાઈ ચોકડી પાસે ફૂટપાથ બનાવવામાં આવી છે. જેની માપણી કરતા એ 15 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડસર થી ખિસકોલી સર્કલ સુધી માત્ર દોઢ ફૂટ નો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ એક એવો રસ્તો છે કે, જેના પર કોઈ વાહન સામસામે આવે તો ચાલી શકે એમ નથી. ચાર ફૂટ ના રસ્તા બનાવવા જોઈએ. આ મામલો કોઈ કામગીરી થઈ નથી. વડોદરા શહેરમાં 15 તો ક્યારેક માત્ર દોઢ ફૂટ ના રસ્તાથી પ્રજા પરેશાન છે. જેના ઉપર બે લોકો સામ સામે ચાલી પણ ન શકે જેથી ઓછામાં ઓછો ચાર ફૂટ ના ફૂટપાથ બનાવવા જોઈએ. જો કે, વડોદરા શહેરમાં ક્યાંક 15 ફૂટ અને ક્યારેક માત્ર દોઢ ફૂટ ના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં દરેક ફૂટપાથ 4 ફૂટ છે અહીં કોઈ 4 ફૂટ નો યો કોઈ ક દોઢ ફૂટનો બને છે તેમાં સુધારો કરવો જોઈએ.

આ પણ વાંચો Vadodara News : વડોદરાની આ શાળામાં પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડની એકસાથે ઝલક માણો

ઝેર પણ ડુપ્લીકેટ મળે છે: હાલ શહેરમાં તમામ વસ્તુઓ ભેળસેળવાળી મળે છે, કેરી અને કેળા સહિતના ફ્રુટ અને શાકભાજી કેમિકલથી પકવવામાં આવે છે. એનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. દૂધ સહિતની અનેક વસ્તુઓ ડુપ્લીકેટ મળે છે. આ બધા ઉપર કોર્પોરેશને ધ્યાન આપવું જોઈએ. લોકોના સ્વાસ્થ્ય વિષય છે. આ કદાપી ચલાવી ન લેવાય. આવા લોકોને પકડવા જોઈએ. મારે રામુજમાં કહેવું પડ્યું કે, "ઝેર પણ ડુપ્લીકેટ મળે છે" ઝેર પીવાથી દવાખાને ઉલ્ટી કરે અને મટી જાય છે. કોર્પોરેશન એ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ અને આવી વસ્તુઓને પકડવી જોઈએ છે અને કાર્યવાહી કરવી જોઈએ.

કમિશ્નરે પ્રેસનોટ બહાર પાડવી જોઈએ: સમગ્ર શરીરમાં રહેલી પાણીની સમસ્યા અંગે પણ યોગેશ પટેલે જણાવ્યું કે એવી વાતો જાણવા મળી છે કે શહેરના માંજલપુર વિસ્તારમાં વધુ પાણી મળે છે, પરંતુ, આ વાત ખોટી છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનરે એક પ્રેસનોટ જાહેર કરી હતી. જેમાં ચારેય ઝોનમાં કોને કેટલું પાણી મળી રહેશે એવી ચોખવટ કરવી જોઈએ. જેના કારણે એ ખ્યાલ આવે કે, ક્યાં કેટલું પાણી મળી રહે છે.

Last Updated : Apr 25, 2023, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.