ETV Bharat / state

પેટ્રોલ ડીઝલની અછતને લઈને રિયાલિટી ચેક દરમિયાન થયો મોટો ખુલાસો - Petrol diesel shortage in Gujarat

દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ ડીઝલના અછતના સમાચાર (Shortage of petrol and diesel)વહેતા થયા છે. ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ ડીઝલ ભરાવા (Petrol diesel)માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. વડોદરા શહેરના પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા હતા.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ અછતને લઈને વડોદરામાં રિયાલિટી ચેક

author img

By

Published : Jun 16, 2022, 4:43 PM IST

વડોદરા: ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછતના સમાચારો વહેતા થઇ રહ્યા છે. સરકાર અને ઓઇલ કંપનીઓએ કહી રહી છે કે ગભરાશો નહીં સપ્લાય સામાન્ય છે. ત્યારે ભારતના વિવિધ રાજ્યો રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. ETV Bharatની ટીમે વડોદરા શહેરના પેટ્રોલ પંપ પર જઈ રિયાલિટી ચેક કરી છે.

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી - પેટ્રોલિયમ ડીલરો દાવો કરે છે કે BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના સપ્લાયમાં ઘટાડો કરી દીધો છે અને માગના માત્ર ચોથા ભાગનું જ ઓઈલ પૂરું પાડી રહ્યા છે, જ્યારે સરકાર અને તેલ કંપનીઓ દાવો કરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. ત્યારે સામાન્ય રીતે ખાનગી પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Petrol Diesel Price in Gujarat : 100નો માર્ગ ફરી પકડશે પેટ્રોલ ડીઝલ ?

અછતને લઈને ગ્રહકોએ શું કહ્યું - વડોદરા શહેરની વાત કરવામાં આવે તો અલગ અલગ પર પેટ્રોલ પંપ પર ETV Bharatની ટીમ પહોંચી ત્યારે આજવા ખાતે આવેલ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલ પંપ મલિક અછત અંગે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નહોતા થયા. ત્યારે ગ્રાહક પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની અછતના પગલે મળતા સમાચારના કારણે અમે દોડીને પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. સાથે જ અન્ય એક ગ્રાહકે કહ્યું કે નોર્મલ અમે રોજેરોજ પેટ્રોલ પુર આવતા હોય છે પરંતુ આજે લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ Price hike in Petrol, Diesel, CNG: વડોદરામાં વિદ્યાર્થીઓએ વ્હીકલ મૂકી જાહેર સેવામાં મુસાફરી શરુ કરી

પેટ્રોલ પંપના માલિક શું કહે છે - વડોદરા શહેરના વારસીયા રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપના માલિક નારાયણભાઈ પટેલે જણાવ્યું હતું કે કંપની તરફથી અમને સપ્લાય મળી નથી રહ્યો બે દિવસ અગાઉ પૈસા પણ આપી દેવામાં આવ્યા છે. હાલમાં આમારો પેટ્રોલ પંપ બંધ છે જેથી ગ્રાહકોને પણ ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કંપની તરફથી કોઈ ચોક્કસ કારણ આપવામાં આવતું નથી પરંતુ પ્રાઇવેટ તમામ પેટ્રોલ પંપ પર હાલ અછત વર્તાઈ રહી છે. જેથી ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.