વડોદરાઃ લોકડાઉન દરમિયાન વડોદરા શહેરમાં અટવાઈ ગયેલા ફુગ્ગા વેચી ગુજરાન ચલાવતાં 50થી વધુ પરપ્રાંતિઓને રાવપુરા પોલીસ દ્વારા ખાનગી લકઝરી બસ મારફતે તેમના વતન રાજસ્થાન ખાતે રવાના કરવામાં આવ્યા હતાં.
બીજી તરફ વડોદરા શહેરમાં ફુગ્ગા વેચી પેટિયું રડતાં એવા રાજેસ્થાનના શ્રમજીવી લોકો અટવાઈ ગયા હોય અને તેમની પાસે નાણાં પણ ન હોઈ અને વતન જવા માટેની પ્રક્રિયા કરવાથી અજાણ હોઈ રાવપુરા પોલીસ મથક દ્વારા તમામની ઓન લાઈન વતન જવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ ઉપરાંત તમામનો કોરોનાંનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતાં આજરોજ ACP C- ડિવિઝન મેઘા તેવરે રાજેશ ટ્રાવેલ્સનો સંપર્ક કરી ખાનગી લકઝરી બસ કરાવી 50થી વધુ લોકોને બસને સેનેટાઇઝ કર્યા બાદ તમામને રાજસ્થાન તેમના વતન રવાના કરવામાં આવ્યા હતાં. જેને લઈ વતન પરત ફરી રહેલા પરપ્રાંતિઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.