ETV Bharat / state

પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં, પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. જેમાં પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપાલ સામે ગત સપ્ટેમ્બર માસમાં દુષ્કર્મ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીની તપાસ બાદ પોલીસે આ મામલે પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં, પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં, પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Jan 10, 2021, 2:56 PM IST

  • વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં
  • ચાર માસ અગાઉ થયેલી અરજીમાં આખરે ગુનો નોંધાયો
  • પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

વડોદરા : પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. જેમાં પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપાલ સામે ગત સપ્ટેમ્બર માસમાં દુષ્કર્મ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીની તપાસ બાદ પોલીસે આ મામલે પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં
પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં

અરજી આપવા છતાં ફરિયાદ નહીં નોંધાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે મામલો પહોંચ્યો

વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા પર યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીના પૂર્વ પ્રિન્સિપાલ નવજોત ત્રિવેદીએ કારમાં તેમજ દિલ્હીમાં યોજાયેલા સેમિનાર દરમિયાન મહિલાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાના આક્ષેપો સાથેની અરજી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કરી હતી. મહિલાની અરજીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આખરે નવજોત ત્રિવેદી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો

જોકે, એક તબક્કે તપાસ પર બ્રેક લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ મહિલા દ્વારા વધુ એક વખત વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જેમાં ફરજ દરમિયાન પ્રિન્સિપાલ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. મહિલા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં પોલીસને તથ્ય જણાતા આખરે નવજોત ત્રિવેદી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા નોકરી દરમિયાન પૂર્વ પ્રિન્સિપાલ નવજોત ત્રિવેદીના સંપર્કમાં આવી હતી. થોડા સમય સુધી સાથે કામ કર્યા બાદ નવજોત મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરને પોતાના તાબામાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નવજોત ત્રિવેદી મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પાસે બિભસ્ત માંગણીઓ કરતો હતો અને જો માગણી ન સંતોષાય તો નોકરીમાંથી છૂટી કરી દેવાની ધમકીઓ પણ આપતો હતો. તેમજ બંને વચ્ચે મેસેજમાં થયેલી વાતચીત વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. જેથી આખરે કંટાળેલી મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે વાઘોડિયા પોલીસ મથકમાં સમગ્ર બનાવની જાણ કરી ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. જોકે, વાઘોડિયા પોલીસે આ બનાવમાં ભીનું સંકેલવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ અરજીની વાતો જાહેર થતાં જ પોલીસ અધિકારીઓએ આ બાબતમાં તપાસ કરી હતી. જેમાં મહિલા પ્રોફેસરે કરેલી અરજીને સમર્થન મળતા આખરે વાઘોડિયા પોલીસે ગત મોડી સાંજે ડોક્ટર નવજોત ત્રિવેદી સામે દુષ્કર્મ ઉપરાંત છેડતી, ધમકી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પારુલ યુનિ.નું નામ પુનઃ બદનામ ન થાય તે માટે ગતવર્ષે બંન્નેને ફરજ પરથી મોકૂફ કર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા પ્રોફેસર સાથે થયેલા અત્યાચાર અંગે પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ થતા તેઓએ દુષ્કર્મના ગુનાના કારણે પારુલ યુનિવર્સિટીનું નામ ફરી એકવાર બદનામ ન થાય તેમ લાગતાં તેઓએ આ વિવાદમાંથી હાથ કાઢી લેવા માટે ડૉ.નવજોત સાથે નિર્દોષ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરને પણ ગત વર્ષે જ ફરજ પરથી મોકૂફ કરી દીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.