ETV Bharat / state

વડોદરાના ડભોઇમાં ઓક્સિજન બેન્કનો પ્રારંભ - વડોદરામાં ઓક્સિજનની અછત

વડોદરાના ડભોઈ ખાતે 101 ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સ સાથે ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે. વિદેશમાં વસતા ભારતીયો સંચાલિત સંસ્થા શ્રી ભક્તિ નિધિ ઇન્કોર્પોરેશન ન્યુજર્સી અમેરિકા દ્વારા આ ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સ આપવામાં આવ્યા છે. આ ઓક્સિજન બેન્કનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરાના ડભોઇમાં ઓક્સિજન બેન્કનો પ્રારંભ

author img

By

Published : Jun 18, 2021, 7:32 PM IST

  • ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઓક્સિજન બેન્કનો પ્રારંભ
  • 101 ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
  • ડભોઇ સહિત બાહધરપુર અને સંખેડા તાલુકાના ગ્રામજનો લાભ મળશે

વડોદરા: જિલ્લાના ડભોઇ સહિત બાહધરપુર અને સંખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે વિદેશમાં વસતા ભારતીયો સંચાલિત સંસ્થા શ્રી ભક્તિ નિધિ ઇન્કોર્પોરેશન ન્યુજર્સી અમેરિકા દ્વારા કોરોના મહામારીની આગામી ત્રીજી લહેરને પહોંચી વળવા અને ઑક્સીજનની અછત પૂરી કરવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઑક્સિજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 101 જેટલા ઑક્સીજન કોન્સ્ટ્રેટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરાના ડભોઇમાં ઓક્સિજન બેન્કનો પ્રારંભ
વડોદરાના ડભોઇમાં ઓક્સિજન બેન્કનો પ્રારંભ

NRI દ્વારા કરવામાં આવ્યા દાન

ડભોઇ નગર સહિત છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા અને બાહધરપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરમાં ઑક્સીજનની અછત ન પડે તે હેતુ સાથે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા સંચાલિત શ્રી ભક્તિ નિધિ ઇન્કોર્પોરેશન ન્યુજર્સી અમેરીકાના ચેરમેન પંકજભાઈ શેઠ અને ટ્રસ્ટીઓના પ્રયત્નોથી વિદેશમાં વસતા મૂળ ભારતીય નિવાસીઓ પાસેથી માતબર દાન મેળવીને ડભોઇ અને આસપાસના ગામો માટે 101 ઑક્સીજન કોન્સટ્રેટર્સ મશીનનું આયોજન કરીને ઑક્સીજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.