વડોદરા: સ્માર્ટ સિટી અંતર્ગત બસ સર્વિસનો ઈજારો કરી કોર્પોરેશન લાખો રૂપિયાનું નુકસાન અને કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. ફરી એકવાર વડોદરા શહેરમાં SPV ( સ્પેશિયલ પર્પઝ વિહિકલ)નું ગઠન કરી શહેરમાં 200 ઇ બસ સેવાની શરૂઆત કરવા માટે સામાન્ય સભામાં મંજૂરી લેવામાં આવી છે અને દરખાસ્ત મુકવામાં આવે છે જેની મંજૂરી મળી છે. ત્યારે વિપક્ષ નેતા અમી રાવતે આ અંગે સ્થાયી અધ્યક્ષને પત્ર લખી SPVનું ગઠન ન કરવા અને કોર્પોરેશન પોતે તેનું સંચાલન કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
"વડોદરા શહેરમાં વર્ષોથી સીટી બસ સેવાની સર્વિસ હતી. પહેલા કોર્પોરેશન જાતે સંચાલન કરતી હતી જેમાં ડબલ ડેક્કર બુસનો પણ સમાવેશ થતો હતો અને ખૂબ સારી રીતે સંચાલન કરવામાં આવતું હતું. પછી ખાનગી કરણ કરવામાં આવ્યું અને ઇજાર આપવામાં આવ્યા જેમાં કોર્પોરેશન દ્વારા સીટી બસ સેવા રન કરી ઇજારદાર મારફતે શરૂ કરી હતી. ફાઇનલ SPV( સ્પેશિયલ પર્પઝ વિહિકલ)નું ગઠન સ્માર્ટસિટી અંતર્ગત કર્યું અને તેમાં વિનાયક લોજિસ્ટિકના નામે સિટિબસ સેવા શરૂ કરી હતી. જે સિટિબસ સેવાના નામે વર્ષે 17 થી 18 લાખની કોર્પોરેશનને આવક થતી હતી"-- અમી રાવત (કોર્પોરેશનના વિપક્ષ નેતા)
કોર્પોરેશન જાતે સંચાલન કરે: જેમાં પ્રતિમાસ કોર્પોરેશન દ્વારા સામેથી સવા કરોડ ઇજારદારને આપ્યા. અને કોર્પોરેશનની સર્વિસની જે સિસ્ટમ હતી તેથી નાગરિકો સંતોષકારક નથી. આ SPV દ્વાર જે મેનેજમેન્ટ થયું તે ફેલ ગયું અને હવે ફરી જ્યારે ઇજારો આપવાની વાત છે. ત્યારે ઇ બસ સેવાની વાત ચાલે છે, તે પર્યાવરણ માટે ખૂબ સારી વાત છે. પરંતુ 200 ઇ બસ જ્યારે કોર્પોરેશન જાતે ખરીદતી હોય ત્યારે તે ચાવવા માટે SPV બનાવવાની જરીર શુ છે.
ભૂતકાળમાં ખરાબ અનુભવ: બંધારણે જ્યારે લોકલ ગવરમેન્ટમાં કોર્પોરેશનને એક માળખું આપ્યું છે. કોર્પોરેશન જ્યારે કોઈ નિર્ણય લેતા હોય છે ત્યારે કોર્પોરેશન ને બાયપાસ કરીને એક SPV બનાવવામાં આવે જેમાં ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિત્વમાં ફક્ત સ્ટેન્ડીગ ચેરમેન હોય અને બાકીના અધિકારીઓ દ્વારા સંચાલન કરવામાં આવે તે નો ભૂતકાળમાં અનુભવ ખૂબ ખરાબ છે. SPVના નામે માત્ર ભ્રષ્ટાચાર: આ અંગે અમારી માંગ છે કે SPV નઈ બનાવી કોર્પોરેશન એક ડિપાર્ટમેન્ટ બનાવે અને તેનું સંચાલન કોર્પોરેશન કરે. ટ્રાન્સપોર્ટ કમિટી અને સંચાલન માટે કામગીરી થાય તેવી અમારી માંગ છે. SPVના નામે માત્ર ભ્રષ્ટાચાર થાય છે અને સ્માર્ટ સીટીના ભ્રષ્ટાચાર આખે વળગીને આવે છે. આ મામલે SPV ના બદલે માત્ર કોર્પોરેશન સંચાલન કરે તેવી અમારી માંગ છે.
"વિપક્ષ જે વાત મૂકે છે તે જોઈ વિચારીને મુકવી જોઈએ. આ તમામ બાબતો વિભાગીય રીતે આવતી હોય છે. ઇ બસ આવવાથી પર્યાવરણના ફાયદા માટે છે. જે પ્રકારે વર્ષો પહેલા અલગ અલગ અજન્સી અને કમિટી આધારે શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. ઇ બસ આવવાથી આ બાબતે સામાન્ય સભા અને સ્થાઇ સમિતિએ આ બજેટમાં મંજૂરી આપી છે. જેના આધારે અમારો જે વિભાગ સંભાળી રહ્યો છે. સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ ત્રણેયના સહકારથી બસોની ખરીદી કરવામાં આવશે. આ બસો આવનાર સમયમાં લોકોના માસ્ક ટ્રાન્સફર્મમાં મદદરૂપ થશે અને તેઓના પરવળતા ખર્ચમાં પણ રાહત આપશે"-- ડો.હિતેન્દ્ર પટેલ, (સ્થાયી સમિતિ અધ્યક્ષ, VMC)
કમિટી ગઠનની જરૂરિયાત: ઇલેક્ટ્રિક્સ સ્ટેશન્સના વધુ પ્રમાણમાં અખાય શહેરમાં વધુ ચારજિંગ સ્ટેશન બને તે દિશામાં આ કમિટી ગઠનની જરૂરિયાત છે. આ સાથે ચારે ઝોનમાં યોગ્ય સંચાલન થાય અને વ્યવસ્થા થાય અને વર્ષો પહેલાથી રૂટની વ્યવસ્થા હતી તેમ ફેરફાર કરીશું અને સામાન્ય વ્યક્તિ સુધી ઇ બસ પોહચે તેવો પ્રયાસ કરીશું. આ એક ચિંતાનો વિષય તેઓનો છે જે વિભાગ અને સામાન્ય સભાએ જે મંજૂરી આપી છે. તે સામાન્ય સભાના હક ક્યારે છીનવાય નહીં. આ કમિટીમાં ચૂંટાયેલા એક પ્રતિનિધિની પણ નિમણૂક થવાની છે જેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.