ETV Bharat / state

નીલ ગાયનો શિકાર કરવા ગયેલી ટોળકી પૈકી એક સાગરીતનું મિસ ફાયર થતા મોત - news in Vadodara

કરજણના ચોરંદા ગામે નીલ ગાયનો શિકાર કરવા ગયેલી ટોળકી પૈકી એક સાગરીતનું મિસ ફાયર થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કરજણ પોલીસે આગળની તપાસ શરુ કરી છે.

નીલ ગાયનો શિકાર કરવા ગયેલી ટોળકી પૈકી એક સાગરીતનુ મિસ ફાયર થતા મોત

author img

By

Published : Jan 16, 2021, 7:27 AM IST

  • કરજણના ચોરંદા ગામની સીમમાં શિકાર કરવાના ઇરાદે નીલ ગાય પર ફાયરિંગ
  • મિસ ફાયર થતાં ટોળકીના જ સભ્યનું મોત
  • છાતીના ભાગે ગોળી વાગતાં ગોળી આરપાર નીકળી ગઈ
  • કરજણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો

વડોદરા : જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં મોડી રાત્રે નીલ ગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ નીલ ગાય ઉપર ફાયરિંગ કર્યુ હતું. જોકે, ફાયરિંગમાં ટોળકીના જ એક સાગરીતને ગોળી વાગતા મોત નિપજતા ચકચાર મચી ગઇ હતી.

નીલ ગાયનો શિકાર કરવા ગયેલી ટોળકી પૈકી એક સાગરીતનુ મિસ ફાયર થતા મોત

હત્યાની આશંકા વ્યક્ત થતાં મૃતદેહને પેનલ પીએમ અર્થ ખસેડાયો

ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામની નીલ ગાયનો શિકાર કરતી ટોળકી મોડી રાત્રે કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કરવા માટે આવી હતી. ટોળકી દ્વારા નીલ ગાયનો શિકાર કરતી વખતે મિસ ફાયર થયું હતું. જેમાં ટોળકીના આસિફ ઝગારીયાવાલાને છાતીના ભાગે ગોળી વાગતા ઇજા થઈ હતી. આ ટોળકી આસિફને લઇને ભરુચ પહોંચી ગઈ હતી અને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે દરમિયાન આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ સાથે સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.