ETV Bharat / state

વડોદરા પાખંડી ધર્મ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયની સામે વધુ એક પોલીસ ફરિયાદ - બગલામુખી મંદિર

વડોદરામાં બહુચર્ચિત એવા બગલામુખી મંદિરના કથિત ગુરૂનું વધુ પાખંડ સામે આવ્યું છે. તેમની વિરુદ્ધ અપહરણ અને ફરિયાદીને ડરાવવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. સાથે તેના કડક કાર્યવાહી કરવાની લોકમાગ પ્રબળ બની છે.

vadodara
vadodara
author img

By

Published : Feb 18, 2020, 10:36 PM IST

વડોદરાઃ શહેરમાં બહુચર્ચિત એવા વારસિયા ખાતે આવેલા બગલામુખી મંદિરના કથિત પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના રોજબરોજ નવા કરતૂતો બહાર આવી રહ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, આશ્રમમાં સેવા કરતો કલ્પેશ નામનો વ્યક્તિ અચાનક ગુમ થઈ ગયો હતો. જેની તપાસ કરતાં તે મળ્યો નહોતો. એટલે તેની માતા મિનાક્ષીએ વારસિયા પોલીસ મથક ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તે દરમિયાન બગલામુખી મંદિરના ગુરૂમુખ, કિરણબેન અને પિન્કી દ્વારા ફરિયાદ ન કરવા માટે ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા. જેથી કલ્પેશ માતાએ આ પોલીસને વહેલી તકે કલ્પેશ શોધવા અને પાખંડી બાબા વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

વડોદરા પાખંડી ધર્મ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયની સામે વધુ એક પોલીસ ફરિયાદ

હાલ, કલ્પેશની ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસ તપાસ કરી હોવાનું SCP ઝોન-4 શ્રી અંચલ ત્યાગીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.