- પર્યાવરણ દિન નિમિત્તે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડા બન્યા વડોદરાના મહેમાન
- મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ પર બગડ્યા
- પર્યાવરણ દિન નિમિત્તેના કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાને આપી હતી હાજરી
વડોદરાઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં વડોદરા મહાનગરપાલિકા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શહેરમાં ગત મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે રાજીવ નગર ખાતે કાર્યક્રમ સ્થળ પર પાણી ભરેલા જોઇ મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ થયા હતા.
આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાં બન્યા વડોદરાના મહેમાન
પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાં વડોદરાના મહેમાન બન્યા હતા. પ્રથમ કાર્યક્રમ રાજીવ નગર અર્બન ફોરેસ્ટ ખાતે યોજવામાં આવ્યો હતો, ત્યારે તેમના આગમન પૂર્વે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ગની સફાઇ માર્ગ પર ભરાયેલા પાણીનો નિકાલ તેમજ અર્બન ફોરેસ્ટ બહાર ખુલ્લા મેદાનમાં કાચા રસ્તા પર બારીક કોકરેટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ દ્વારા અધિકારીઓનેે કામબાબતે બોલા ચાલી
મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ આવતા તેઓએ જયસ્વાલ સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાં આવવાના કારણે શરૂ કરાયેલી કામગીરીને લઇને અધિકારીઓને ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે, આ કામગીરી આટલા વિલંબથી કેમ કરવામાં આવી મ્યુનિસિપલ કમિશ્નરે ઠપકો આપતા અધિકારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી અને કામગીરી તેજ બનાવી હતી.