- 4 એપ્રિલના રોજ ગોત્રી તળાવના કિનારેથી માનવ કંકાલ મળ્યું
- ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી
- પેન્ટમાંથી મળેલી ચબરખીમાં લખેલું હતું કે “ચિ. દિલીપ કોરોનાની બીકથી સ્યૂસાઇડ કરૂ છું"
વડોદરા: શહેરના ગોત્રી તળાવમાં શનિવારે સવારે સાફ-સફાઈ દરમિયાન પુરુષના હાડપિંજરના બે ટુકડા મળી આવ્યા હતા. તળાવની સફાઈ કરી રહેલા સફાઈ કર્મચારીને મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે સ્થળ પર પહોંચી આ કંકાલ કોનું છે તે સહિતના મુદ્દા પર તપાસ કરવા પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. જ્યાં રવિવારે આ કંકાલને લપેટાયેલા કપડામાંથી એક સ્યુસાઇડ નોટ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું હતું.લાયસન્સ નવનીતભાઈ પટેલનું હોવાનું તેમજ સ્યુસાઇડ નોટમાં 'ચી. દિલીપ કોરોનાની બીકથી સ્યુસાઇડ કરું છું' તેમાં જણાઈ આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
આ પણ વાંચો: મોતીહારીના યુવકે વીડિયો બનાવી કરી આત્મહત્યા
નરકંકાલની ઓળખ છતી થઈ ન હતી
ગોત્રી પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સના આધારે ઓળખ છતી કરવાનો પ્રયત્ન કરતા પરિવારજનોને બોલાવ્યા હતા. જોકે નરકંકાલની ઓળખ છતી થઈ ન હતી. શરીર પર કાળા સફેદ લાઇનિંગ વાળુ શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલું હોવાથી તેના પરથી તેની વધુ ઓળખ છતી કરવા હેતુસર લાશનું પેનલ થ્રુ પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથધરવામાં આવી હતી.
આ પણ વાંચો: વંથલીના યુવકે વીડિયો બનાવી કરી આત્મહત્યા
સ્યુસાઈટ નોટ પણ મળી આવી
આ પુરુષના નરકંકાલ મામલે સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે. જેમાં કોરોનાની બીકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી ગોત્રી પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરતા જાણવા મળ્યું હતું કે, નવનીતભાઈ પટેલ પાંચ માસ પૂર્વે ઘર છોડીને જતા રહ્યા હતા અને ગુમ થયાની ફરિયાદ પોલીસને આપતા જાણવા જોગ ફરિયાદ લઈ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. તેઓ ઘણા સમયથી નિવૃત જીવન ગુજારી રહ્યા હતા. ઘર છોડ્યા બાદ તુરત જ આત્મહત્યા કરી લીધી હોય તેમ જાણવા મળ્યું હતું. પોલીસને હાલ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસનો દોર લંબાવ્યો છે.