મળતી માહિતી મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરને લઈને કોર્પોરેશન સજાગ બન્યું છે. શહેરમાં રખડતા ઢોર માલિકો સામે અને શહેરમાં ગેરકાયદે તબેલાને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો કોર્પોરેશનની કાર્યવાહીમાં એક તબેલાને સીલ કરવામાં આવ્યું હતું. જ્યારે 9ને નોટીસ ફટકારી હતી. આ ઉપરાંત પાણીના 2 ગેરકાયદેસર કનેક્શન અને એક ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા હતા.
વડોદરા કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ફતેગંજ, ન્યુ VIP રોડ અને વાડી મહાદેવ તળાવ ખાતે કુલ 22 તબેલા સીલ કર્યા છે. અને 10ને નોટીસ આપી છે. જોકે કોર્પોરેશનની આ કડક કાર્યવાહીને પગલે પશુ પાલકો અને ગેરકાયદે તબેલા માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.